ઉન્નાવ દુષ્કર્મ કેસ અવાર-નવાર ચર્ચામાં રહ્યો છે ત્યારે એક નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં આપણે કહી શકીએ કે યાદવોનું નિવાસ સન એટલે યુપી અને યાદવો જે રીતે લડી લડીને મર્યા અને રાજકીય દાવપેચી વખણાય છે તેમ આ ઘટનામાં પણ યાદવોની રાજનીતિ શરૂ જ છે. જેમાં પીડિતાના પરિવાર દ્વારા ૩૫ જેટલી અરજીઓ કરવા છતાં પણ તંત્રની એવી તે કેવી લાચારી કે રાજકીય લોકો સામે અવાજ ન ઉઠાવી શકયું.
ઉન્નાવ દુષ્કર્મ પીડિતા અને તેના વકીલ મહેન્દ્રસિંહની હાલત અત્યંત નાજુક છે. લખનઉંની કે. જી. એમ. યુ. ના ડો. એસ. એન. શંખબરે મંગળવારે બંનેને વેન્ટીલેટર પર રખાયા હોવાની વાત કરી છે અને હજુ બેભાન હાલતમાં જ છે. જ્યારે દવાખાનામાં પીડિતા હજુ મરણ પારીએ છે એ વચ્ચે કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા સંસદમાં ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે લખનઉમાં પ્રદેશ ભાજપના કાર્યાલયને પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો.
ત્યારે પીડિત પરિવાર દ્વારા આ કેસની તપાસ કરતા સીબીઆઈ અને અન્ય પોલીસ તંત્રને અંદાજે ૩૫ જેટલી અરજીઓ કરવામાં આવી હોવા છતાં કોઈપણ અરજીને ધ્યાને ન લેતા આખરે આ રજૂઆત ભારતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને પરિવારની અરજી મળી ત્યારે ખુલાસો કરવામાં આવ્યો.
લખનઉના એસ.પી. દ્વારા પણ કહેવામાં આવ્યું કે, તેમને ૩૩ જેટલી અરજીઓ મળી છે પરંતુ આ અરજીઓમાં કોઈપણ વાત સાબીત ન થતી હોય તેથી તેને ધ્યાન પર લેવામાં આવી નથી. લખનઉના એડીશનલ જનરલ રાજીવ ક્રિષ્ના ચોકી ઉઠયા હતા જ્યારે તેને આ વાતનો ખ્યાલ આવ્યો.
સોમવાર રાત્રે આઈજીપી (લખનઉ) એસ.કે.ભગત દ્વારા ઉન્નાવ જિલ્લા તંત્રને લખીને મોકલવામાં આવ્યું કે આ તપાસમાં તમામ અરજીઓને રજીસ્ટર્ડ એડી પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે. તેના પરિવારે કરેલ રજૂઆતમાં એ પણ જણાવવામાં આવ્યું કે ત્યાં સ્થિત વીડિયો ફૂટેજને ફરીથી ચેક કરી આ કેસની ઉંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી છે. જ્યારે આરોપ એવા પણ છે કે આ ઘટનાનો વીડિયો પોલીસને આપવામાં આવ્યું હોવા છતાં તેને પોલીસ દ્વારા ધ્યાન પર ન લેવાતા પરિવારજનો દ્વારા વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે.
આવનારા સમયમાં જોવાનું રહ્યું કે, ન્યાયીક તંત્રની જીત થાય છે કે, પછી યાદવાસ્થળી ના યાદવોની કુટનીતિ વિજય થાય છે.