ઢોલ, શરણાઇનાસુર અને શૂરવીરતાના ગીતો -“અાભમાં ઉગેલ ચાંદલો”અને “કસુંબીનો રંગ”જેવા પદો સાથે ગવાતો અને જમીનથી ૩-૪ ફુટ ઉંચાઇએ લેવાતા જમ્પ સાથે જાણે વાદળાં સાથે રાસ લેવાતો હોય તેવો મણિયારો રાસ માણવો એ જીવનનો લ્હાવો છે.
પદનું લાલિત્ય, હાથમાં દાંડિયા સાથે હિલોળા તેમજ દેહનો અંગમરોડ રમણિયતા લાવે છે. આકર્ષક વેશભૂષા પણ મનમોહક હોચ છે. સતત ૧૦ મિનીટ સુધી લેવાતા આ મણિયારા રાસમાં ખેલૈયા પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.
આગામી નવરાત્રીના મંગળ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના લીલોતરી ગ્રાઉન્ડમાં મેેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના ખેલૈયાઓ રિહર્સલ કરી રહ્યા છે.