પૂ. કસ્તુરબાની પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ:ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક કાર્યકમો યોજાયાં

૨૧ ફેબ્રુઆરીને વિશ્વભરમાં માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા તથા બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ ખાતે માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે ‘સ્મરણાંજલિ અર્પણ થઈ. મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ સત્યાગ્રહી અને કર્મયોગી પૂ. કસ્તુરબાની પુણ્યતિથિ ૨૨મી ફેબ્રુઆરીએ છે તે નિમિત્તે એમને પણ ભાવાંજલિ અર્પણ કરવામાં હતી. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન થયું હતું.

રાજકોટ-સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જ્યાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો ત્યાં સ્મણાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક નીલેશ પંડ્યા, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ કસ્ટમના પૂર્વ આસી. કલેકટર વિપીનભાઈ ઓઝા (આઈઆરએસ), સાબરમતી જેલના પૂર્વ નાયબ અધિક્ષક પી. બી. સાપરા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, સરોજિની નાયડુ હાઈસ્કૂલના આચાર્યા ડો. સોનલબેન ફળદુ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યા પૂર્વીબેન ગાંધી, ઈન્ચાર્જ આચાર્ય રમેશભાઈ માંગરોલીયા, સહિતના ઓની વિશેષ ઉપસ્થિતિ રહી.

admin 1

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી રહી. વિજ્ઞાન-ગણિતની સાથોસાથ માતૃભાષા ગુજરાતીનું પણ સવિશેષ મહત્વ છે તેમ પિનાકી મેઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું.મહાત્મા ગાંધી, કસ્તુરબા અને ઝવેરચંદ મેઘાણીના સંભારણાંને પણ વાગોળ્યા હતા. લોકગાયક નીલેશ પંડ્યાએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી હતી. એસ. એન. કણસાગરા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ધો. ૬માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની હેતવી કથવાડીયાએ ઝવેરચંદ મેઘાણી કૃત અતિ લોકપ્રિય કાવ્ય ‘ચારણ-ક્ધયાની ભાવસભર  ઝમકદાર રજૂઆત કરીને સહુને ડોલાવી દીધા હતા.

જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ના ૭૫મા જન્મજયંતી વર્ષ (અહિંસા અમૃત વર્ષ) નિમિત્તે અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયો (કોઈપણ એક અથવા ચારેય વિષયોને સાંકળીને) પર નિબંધ સ્પર્ધાનું સંયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયું છે. ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલા અથવા સારા અક્ષરમાં લખેલા નિબંધ પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ : ૩૮૦૦૧૫ (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)ખાતે મોકલવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.