અબતક-રજકોટ
રાજકોટના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના સુપુત્ર જય ઉકાણી અને મોરબીના ઉદ્યોગકારની પુત્રી હિમાંશીના જોધપુર ખાતે થયેલા શાહી લગ્નએ વિશ્વ રેકોર્ડની હારમાળા સર્જી છે. લગ્નમાં મહેમાન માટે ૬૫ પ્રકારની ચા અને યુગલ માટેનું ૧૨×૧૨×૧૨ ફૂટનું ગિફ્ટએ અગાઉ વિશ્વ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તો હવે ફરી એકવાર જય અને હેમાંશીના જોધપુરમાં ઉમૈદ ભવન પેલેસ ખાતેના લગ્નમાં સૌથી વધારે વજનના ફૂલહારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ ફૂલોનો આકર્ષક હાર ૨૧.૩૫ કિલોગ્રામ વજનનો બનેલો હતો. જે અત્યાર સુધીનો વિશ્વનો સૌથી વધારે વજન ધરાવતો લગ્ન માટેનો હાર છે. ઉકાણી પરિવારના જાજરમાન લગ્ન મહોત્સવમાં એવા આલયદા હતા કે તેમાં બનેલી અમુક અદભુત ઘટનાઓ વિશ્વ રેકોર્ડમાં દર્જ કરવામાં આવી છે.
રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના સુપુત્ર અને યુવા ઉદ્યોગકાર જય ઉકાણીના શાહી લગ્નએ વિશ્વમાં ત્રણ-ત્રણ બાબતોમાં પોતાનો ડંકો વગાડ્યોછે. ૬૫ પ્રકારની ચા, સૌથી મોટું ગિફ્ટ અને સૌથી મોટા લગ્ન ફુલહાર મામલે હવે જય અને હિમાંશીને પુરી દુનિયા યકડ રાખશે.