૧૯૯૦માં પદ્મભૂષણ અને ર૦૦૦માં પદ્મમવિભૂષણથી સન્માનિત
સૌરમંડળમાં એક ગ્રહને ‘પંડિત જશરાજ’નામ અપાયું
સંગીતની દુનિયાના વિશ્વ વિભુતિ પંડિત જશરાજનું આજે ૯૦ વર્ષની વયે નિધન થયા અંગે પુત્રી દુર્ગા જશરાજે સમાચાર માઘ્યમો સમક્ષ અનુમોદન આપતા જણાવ્યું હતું કે સંગીતની દુનિયાના વિશ્ર્વ વિભૂતી એવા સંગીતકારની અમેરિકામાં ૯૦ વર્ષની વયે વિદાય થઇ હતી. તેમને ૧૯૭૫ માં પદ્મમશ્રી, ૧૯૯૦માં પદ્મભુષણ અને વર્ષ ૨૦૦૦ માં તેમને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.
પંડિત જશરાજજી રાજકોટમાં નીયો ફાઉન્ડેશન દ્વારા સપ્તસંગીતી કાર્યક્રમમાં ઘણા વર્ષો બાદ આવી પોતાના મેવાતી ધરાનાનું ગાયન કરી દરેક રંગલા રાજકોટીયન્સના દિલ જીતી લીધા હતા. અને શ્રોતાઓનો અનેરો ઉત્સાહ, પ્રતિસાદ જોઇ પંડિત જશરાજજીએ પોતાની દરેક પ્રસ્તુતિ અનેરા ઉમંગ સાથે પ્રસ્તુત કરી હતી. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ટોચનું સ્થાન ધરાવતા પંડિત જશરાજજીને સાંભળવા પણ એક અનેરો લાહવો છે.
પદ્મવિભૂષણ, પદ્મભૂષણથી સન્માનીત પંડિત જશરાજજીએ ‘અબતક’ને આપેલ વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ખુબ જ લાંબા સમય બાદ આવી પર્ફોમેન્ટ આપી ખુબ જ આનંદ આવ્યો અને રંગીલા રાજકોટના લોકોનો શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો પ્રેમ અનેરો છે. તે જોઇ મને ખુબ આનંદની લાગણી થઇ છે. પંડિત જશરાજજીએ દ્રઢ પણે માનતા હતા કે શાસ્ત્રીય સંગીતનું ભવિષ્ય ખુબ જ ઉજજવળ છે. થોડા સમય પહેલા એવું હતું કે શાસ્ત્રીય સંગીતનું એટલું મહત્વ લોકો ન આપતા પરંતુ અત્યારની પેઢી શાસ્ત્રીય સંગીતને સાંભળે પણ છે. અને શાસ્ત્રી સંગીતને શીખવામાં રૂચી રાખે છે. તે જોઇને ખુબ જ ગર્વ મહેસુસ થાય છે મારી ઉમર વધુ હોવા છતાં પણ રાજકોટના લોકોનો પ્રેમ જોઇને મને ગાયન કરવું ગમતું હતું. દરેક કલાકારને ઉમદા પ્રતિસાદ મળે તો તે પોતાની બધી જ પ્રસ્તુતિઓ કરે છે.
પંડિત જશરાજજીને અનેક એવોર્ડથી સન્માનીત કરાયા હતા
જેમાં પદ્મવિભૂષણ, સંગીત નાટક એકેડમી એવોર્ડ, મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, હૈદરાબાદ પુત્ર એવોર્ડ કલા ગુજર્રી એવોર્ડ, કાંચી કામકોટિ શંકરાચાર્ય તરફથી સંગીત રત્ન એવોર્ડ વગેરે મળેલ હતા. આ ઉપરાંત સૌરમંડળમાં એક ગ્રહને ‘પંડિત જશરાજ’ નામ આપવામાં આવ્યું હતું.