પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે લોકોમાં રોષનો માહોલ છે. ભાવ વધારાને લઈ લોકો અલગ અલગ રીતે પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે. આવા વિરોધમાં ક્રિએટિવિટી પણ જોવા મળે છે. ખાસ કરીને ટ્વિટર ઉપર લોકો MEME મિમ બનાવી પોતાની વાત અલગ રીતે રજૂ કરી રહયા છે.
દેશમાં સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો થયો છે.
જે બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 80.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો થયો છે.
ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકો પોતાની હૈયા વરાળ ઠાલવી રહ્યા છે, કોઈ ઉગ્ર વિરોધ કરે છે તો કોઈએ હળવી શૈલીમાં પોતાની વાત કહેવા (MEME)નો ઉપયોગ કર્યો છે.
સોશિયલ મીડિયાના સમયમાં પોતાની વાત ટૂંકમાં અને મોજથી વિનોદથી કહેવા માટે MEMEનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.