સહઈન્ચાર્જ તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની વરણી કરતું પ્રદેશ જિલ્લામાં દિલીપ ગાંધીની ઈન્ચાર્જ તરીકે નાગદાન ચાવડા અને મિનાક્ષી સોજીત્રાની સહઈન્ચાર્જ તરીકે વરણી

ભાજપ દ્વારા આગામી ૬ જુલાઈથી સંગઠન પર્વ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સદસ્યતા વૃદ્ધિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજે પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં સદસ્યતા વૃદ્ધિ અભિયાન માટે ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની વરણી કરવામાં આવી છે. આગામી ૨૩મીનાં રોજ ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જનો ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, આગામી ૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી સદસ્યતા વૃદ્ધિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેનાં માટે પ્રદેશ નિરીક્ષક તરીકે ભાર્ગવભાઈ ભટ્ટ અને રજનીભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. પ્રદેશ ઈન્ચાર્જ દ્વારા આજે અલગ-અલગ મહાનગર અને જિલ્લા માટે ઈન્ચાર્જ તથા સહઈન્ચાર્જની નિમણુક કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં ઈન્ચાર્જ તરીકે વિરેન્દ્રસિંહ ઝાલા જયારે સહઈન્ચાર્જ તરીકે સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની નિમણુક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા માટે સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા વૃદ્ધિ અભિયાન માટે ઈન્ચાર્જ તરીકે જિલ્લાનાં પૂર્વ મહામંત્રી દિલીપભાઈ ગાંધી જયારે સહઈન્ચાર્જ તરીકે પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા અને મિનાક્ષીબેન સોજીત્રાની નિમણુક કરવામાં આવી છે. સદસ્યતા અભિયાન અંતર્ગત આગામી ૨૩મીએ વર્કશોપ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.