કામદારોને દિવાળી પૂર્વે અપાતુ બોનસ તેમજ પોતાના હકક, હિસ્સા આપવામાં સરકાર હેરાનગતિ કરે છે તેમજ નાયબ મુખ્યમંત્રીએ દિવાળી પૂર્વે રૂ ૩૫૦૦/- બોનસ આપવાની જાહેરાત કરેલ પરંતુ હજુ સુધી ચુકવણી કરવામાં આવી ન હોવાનું સફાઇ કામદાર જાગૃતિ મંડળના આગેવાનો ભરતભાઇ બારૈયા, નટુભાઇ પરમાર, આંબાભાઇ સોઢા, અતુલભાઇ ઝાલા, મનસુખભાઇ વાઘેલા, અશોકભાઇ બારૈયા સહીતના સભ્યોને ‘અબતક’ ની મુલાકાત દરમ્યાન જણાવ્યું છે.
વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે વર્ગ-૪ ના સફાઇ કામદારોને હિન્દુઓનો પત્રિ તહેવારમાં બોનસની જાહેરાત કરેલ હોછા છતા અને મંડળ દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતાં પર્યાવરણ ઇજનેરે આ બાબતે જાણે કે કંઇ છે નહી પોતાની કા ચોર વૃતિને કારણે સફાઇ કામદારોને બોનસ વગરની દિવાળી ઉજવવાનો વારો આવ્યો હતો. આવી જ નીતીને લઇ નવ નવ માસની કામદારોના હકક, હિસ્સા પણ આપવામાં આવ્યા નથી. તેના ઘરમાંથી દેવાતા હોય તેવો હેતુ રાખી સફાઇ કામદારોને રજાડાવે છે હેરાનગતી કરાવતા હોવાનું આક્રોશ સાથે જણાવ્યું હતું.
સફાઇ કામદારોને તાકિદે બોનસ અને હકક, હિસ્સા આપવા રજુઆત સફાઇ કામદાર જાગૃતિ મંડળના સભ્યો ‘અબતક’ની મુલાકાતે
Previous Articleમગફળી ખરીદીની કામગીરીનો બહિષ્કાર પાછો ખેંચતા મહેસુલી કર્મચારી: હવે માત્ર મોનીટરીંગ જ કરશે
Next Article વિપ્ર યુવક પર હુમલાની કોર્ટમાં રાવ: ઈન્કવાયરીના આદેશ