સમગ્ર શહેરમાં ગણેશોત્સવની ધામધૂમપૂવર્ક ઉજવણી થઇ રહી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં નાના મોટા પંડાલમાં વિઘ્નહર્તાને બિરાજીત કરવામાં આવ્યા છે. રાજકોટમાં સા નાગરીકોની રક્ષા કરતી પોલીસે પણ પોલીસ હેડ કવાર્ટર ખાતે ગણેશોત્સવનું આયોજન કર્યુ છે. આ તકે ભગવાન ગણેશની દરરોજ પૂજા, અર્ચના, આરતી પુરી શ્રઘ્ધા સાથે કરવામાં આવે છે.
જગતસિંહ રાયજાદાએ અબતક સાથેની વાચચીતમાં જણાવ્યું હતું પોલસ હેડ કવાર્ટર ખાતે ગણપતિનું આયોજન પ૦ વર્ષથી થાય છે. અહિં દરેક જ્ઞાતિ તથા દરેક ધર્મના લોકો આરતીનો લાભ લે છે. તથા અહીંની ખાસીયત છે કે અહિં દરેક લોકોને આરતી કરવાનો મોકો મળે છે.
રાજકોટ પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં દરરોજ આરતીમાં ઉ૫સ્થિત રહે છે. જયારે ગણપતિ ઉત્સવની આઠમો દિવસ છે. ત્યારે રોજે અલગ અલગ દાતાઓ દ્વારા દિપમાળા તથા પ્રસાદી ના દાતા લાભ મેળવે છે.
પોલીસ પરિવારના સભ્યો પણ પોતાના કામકાજ અને ફરજમાંથી સમય કાઢી ભગવાન ગણપતિ બાપાની આરાધના કરવામાં વિતાવે છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સુશોભીત પંડાલમાં દુંદાળા દેવના દર્શનાર્થે આખો દિવસ અનેક લોકો ઉમટે છે. ઉપરાંત દરરોજ સવાર-સાંજ આરતીનો પણ બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.