રાષ્ટ્ર સેવાની આ પ્રવૃતિમાં તમામને જોડાવા અગ્રણીઓની અપીલ

ગોંડલ સાઇકલ હેલ્થ કલબના સદસ્યો દરરોજ નિયમિત સાઈકલિંગ કરીને તન મનને તંદુરસ્ત બનાવવાની સાથે ચોમાસાની ઋતુમાં દર રવિવારે જાહેર સ્થળોમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણને પણ તંદુરસ્ત બનાવવાનું રાષ્ટ્રીય સેવા કરી કરી રહ્યા છે.

ગત રવીવારે ગોંડલ સાઇકલ હેલ્થ કલબના મિત્રોએ બાંદરા રોડ પર નાગનાથ મંદિરે તેમજ ગોંડલની પુનિતનગર-૨ સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં નગરપતિ અશોકભાઈ પીપળીયા, પૃથ્વીસિંહ જાડેજા, ચંદુભાઈ દૂધાત્રા, વિનયભાઈ રાખોલીયા તેમજ નગરસેવકો અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, હરિયાળું ગોંડલના સદસ્યો, સોસાયટીના રહેવાસીઓના હસ્તે વિવિધ વૃક્ષોનું વાવેતર કરી અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે.

ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા નિયમિત સાઈકલિંગ કરી તન મન તંદુરસ્ત બનાવવા સાથે સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા  રાષ્ટ્રસેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેલ છે. ગોંડલ શહેરના યુવા ભાઈ બહેનોને જીસીએચસીની આ પ્રવૃતિઓમાં જોડાવા અને રાષ્ટ્રસેવા કરવા અપીલ કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાબાલાલ પટેલ,અતુલભાઈ ઠુંમર, પારસ કામાણી, દિપક દેસાઈ,કિરીટ ગજેરા,જીગ્નેશ ત્રિવેદી, ડો.દિપક લંગાલીયા, મનોજભાઈ વગેરે એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.