હાઈકોર્ટ દ્વારા ગુજરાત ઈકોલોજી કમીશનનો વિરોધ
રાજુલા દરિયાકાંઠે મેન્ગ્રુવ નિકંદન અરજી હાઈકોર્ટે દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન ના સભ્યની નિમણૂક કરવા માટે આદેશ આપ્યો હતો. રાજુલા તાલુકાના વિકટર ગામના સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી રજૂઆતો કરવામાં આવી હતી કે રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિસ્તારમાં ખાનગી કંપની ઓમ સાંઈ નેવિગેશન પ્રા લિ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની સહિતના અન્ય ઈસમો દ્વારા મેન્ગ્રુવના વૃક્ષો્નુ ખુલ્લે આમ નિકંદન કાઢી બહું મોટાં પ્રમાણમાં પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થયું છે.
આ અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે દ્વારા આદેશ આપ્યા બાદ સરકાર દ્વારા સ્થળ તપાસ હાથ ધરી તા. ૬ મેં ના રોજ સ્થળ તપાસનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં સરકારના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે સ્થળ પર નાનાં નાનાં મેન્ગ્રુવના છોડ છે અને વિકટર પોર્ટની હાલની સ્થિતિના ફોટોગ્રાફ અને વીડિયો રજુ કર્યા હતા ત્યારે સામી તરફ અરજદારના વકીલ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશા પર વિકટર પોર્ટ માં મેન્ગ્રુવના વૃક્ષો્ આવેલા છે આથી આ કેસની વધુ સુનાવણી આગામી ૧૦ મે ના રોજ હાથ ધરવામાં આવશે તેમાં હાઈકોર્ટે દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશનના સભ્યની નિમણૂક કરવા માટે આદેશ આપ્યો છે