ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 1 ડિસેમ્બર 2023માં “COP28 પર સારા મિત્રો” કૉમેન્ટ સાથે ‘X’ પર સેલ્ફી પોસ્ટ કરી હતી. તે પછી સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદી અને મેલોનીની અટક જોડીને ‘હેશટેગ મેલોડી’ બનાવવામાં આવ્યું હતું. કેમેરા સામે હસતા બંને નેતાઓની આકર્ષક તસવીર વાયરલ થઈ હતી. ત્યારે બે ટોચના નેતાઓની સેલ્ફીએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી અને #Melody દૂર દૂર સુધી ટ્રેન્ડ થવા લાગી.
તાજેતર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના અપુલિયામાં આયોજિત G7 સમિટમાં ભાગ લીધા બાદ શનિવારે સવારે દિલ્હી પરત ફર્યા હતા. એ પછી ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી, જેમાં જ્યોર્જિયા પીએમ મોદી સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જ્યોર્જિયાએ પીએમ મોદી સાથે થોડી સેકન્ડનો સેલ્ફી વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘#Melodi તરફથી હેલો મિત્રો!’ પીએમ મોદીએ પણ આ પોસ્ટને રીટ્વીટ કરી હતી.
View this post on Instagram
પીએમ મોદીએ મેલોની સાથે સેલ્ફી પણ શેર કરી હતી
વડાપ્રધાન મોદીએ મેલોનીની પોસ્ટને ફરીથી રિટ્વીટ કરી છે. તેણે લખ્યું છે કે, ‘ભારત અને ઈટાલીની મિત્રતા હંમેશા જોડાયેલી રહે.’ પીએમ મોદી સિવાય BJPના અન્ય નેતાઓએ પણ આ તસવીરો શેર કરી છે. બંને નેતાઓનો ફોટો શેર કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘ભારત અને ઈટાલીના પરસ્પર લાભ માટે સાચી મિત્રતા.’ રિજિજુએ #Melodi ટેગ પણ આપ્યુ હતું.
સોશિયલ મીડિયા પર #Melodi શા માટે ટ્રેન્ડ કરી રહી છે?
PM મોદી અને મેલોનીની મુલાકાત વચ્ચે સોશિયલ મીડિયા પર #Melodi ટ્રેન્ડ થવા લાગી. મોદી અને મેલોનીના નામના અક્ષરોને જોડીને મેલોડી શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ મજાકમાં ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની પોતે પણ કૂદી પડ્યા છે. તેણે પીએમ મોદી સાથે શેર કરેલા સેલ્ફીના વીડિયોમાં આ ટ્રેન્ડિંગ શબ્દ મેલોડી પણ લખવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ મેલોનીએ પીએમ મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી અને તે જ કેપ્શન આપ્યું હતું.