Mehsana : રાજ્યમાં ઘણીવાર ગેરકાયદેસર પ્રવુતિ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એકવાર મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવુતિ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે.
મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવુતિ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. વિસનગર,વડનગર,ખેરાલુ અને સતલાસણા વિસ્તાર આ ગોરખધંધાનું એપિસેન્ટર હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગૃહ વિભાગ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવાયો છે. મહેસાણા પોલીસે આ મામલે છેલ્લા 1 મહિનામાં 10 FIR દાખલ કરવામાં આવી છે. તેમજ ડબ્બા ટ્રેડિંગના આ ગોરખધંધામાં શેર બજારમાં રોકાણકર્તાઓનું લિસ્ટ મેળવી તેમને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ કરી છે.
આ સાથે દિલ્હી,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ અને હરિયાણાના લોકોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ કરવાના પ્રકરણમાં મહેસાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એન્ફોર્સમેન્ટ એકટની કલમ અને મની લોન્ડરિંગ એકટની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે આખું આ સ્કેમ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ કે તેથી પણ ઓછું ભણેલા લોકો દ્વારા ચલાવાઈ રહ્યું હોવાની હાલ પોલીસ તપાસમાં વિગત બહાર આવી છે.
કિશોર ગુપ્તા