કડીમાં તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના : સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ઘરે પરત ફર્યા
કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ઢીક મારી હતી. સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘરે પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ અનેક શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. હવે ખુદ સરકારના જ નેતા રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે.
હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા નીતિન પટેલને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. પરંતુ તેઓની વ્હીલચેર પરની તસવીર ચર્ચા જગાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર રખડતા ઢોરો પર અંકુશ રાખવામાં કેટલી નિષ્ફળ રહી છે તેનો આ બોલતો પુરાવો છે. અત્યાર સુધી અનેક લોકો રખડતા ઢોરોના હુમલામાં ઘાયલ થયા છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરતી હતી. સવાલો પૂછવા પર નેતાઓ અને મૌન ધારણ કરતા હતા. પરંતુ હવે જ્યારે પોતાના જ નેતા રખડતી ગાયથી ઘાયલ થયા છે ત્યારે શુ પગલા લેશે તે જોવું રહ્યું.
- લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરીંગ કોલેજમાં વન મહોત્સવની ઉજવણી
- કાર્યક્રમમાં સી.એમ. દ્વારા ‘નમો વડવન’નું વર્ચ્યુઅલ અનાવરણ કરાયું
આખા દેશમાં સ્વાતંત્ર પર્વની તેમજ 75 મો આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ ચાલી રહ્યું છે તેમજ 73 વન મહોત્સવ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં 75 વનના વૃક્ષારોપણનું આયોજન થયેલ હતું. જે અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ રાજકોટ સ્થિત લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના પટાંગણમાં આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના પ્રાંગણમાં રાજકોટ શહેરના મેયર ડો.પ્રદીપ ડવની ખાસ ઉપસ્થિતિ રહી હતી તે ઉપરાંત જંગલ સફારી પાર્ક, કેવડીયાના અધ્યક્ષ આઇ.એફ.એસ. નિયામક ડો. રતન નાલા, વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ‘નમો વડ વન’ નું વર્ચ્યુઅલ અનાવરણ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની લાઇવ સ્પીચ ઓનલાઇન માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. તેમજ વૃક્ષો અને વૃક્ષારોપણનો ખાસ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર મહેમાનો, કોલેજના પ્રિન્સિપાલ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમમાં દરેક લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં પોતાનો ખાસ ભાગ ભજવ્યો હતો.