મહેસાણાના લાંઘણજ ખાતે આયુષ્માન ભવ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર આયોજન GMERS મેડિકલ કોલેજ વડનગર સહયોગ થી કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય લક્ષી કાર્યક્રમમાં તમામ રોગોના નિષ્ણાંત ડોકટરો હાજર રહ્યા હતા તેમજ તમામ દર્દીઓને ચેકઅપ કરાવી યોગ્ય સારવાર કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર નીલ સથવારાએ જણાવ્યું હતું કે આયુષ્માન ભવ અંતર્ગત કાર્યક્રમમાં તમામ રોગોના નિષ્ણાંત ડોકટરો હાજર રહ્યા હતા. તેમજ 125 કરતાં વધુ દર્દીઓ એ નિષ્ણાંત ડોકટર પાસે યોગ્ય ચેકઅપ તેમજ રિપોર્ટ કરાવી સારવાર દીધા બાદ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મેડિકલ કોલેજ વડનગર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંઘણજ તમામ ડોકટરો સ્ટાફ તેમજ લાંઘણજ ગામજનો સહયોગ કર્યો હતો.
કિશોર ગુપ્તા