મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો. લોગો ડિઝાઇન સ્પર્ધામાં 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાંથી બે સ્પર્ધકોના લોગોને ઓફિશિયલ લોગો તરીકે પસંદ કરવામાં આવ્યા. વિજેતા બંને સ્પર્ધકોને રૂ.21,000નું ઇનામ એનાયત કરવામાં આવ્યું.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડથી વધીને 900 કરોડ કરતા વધુ થઈ ગયું છે. આ વધારેલા બજેટથી મહેસાણાનો વિકાસ વધુ ઝડપી બનશે.
કાર્યક્રમમાં શહેરની સ્વચ્છતા માટે નવા કચરા વાહનોને પણ લીલી ઝંડી આપવામાં આવી. આ વાહનો શહેરની સુખાકારી માટે કામે લાગશે. આમ, લોગો લોન્ચિંગ સાથે શહેરની સફાઈ વ્યવસ્થા માટે પણ નવી પહેલ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ રૂપિયા હતું, તે હવે મહાનગરપાલિકાનું બજેટ 900 કરોડ કરતા વધુ છે. બજેટ વધવાના કારણે મહેસાણાનો વિકાસ ઝડપી બનશે.
મહેસાણા મહાનગરપાલિકાએ 8500 લોકોને બાકી વેરા મુદ્દે નોટિસો ફટકારી છે, 10,000 રૂપિયાથી વધુ બાકી વેરાના મિલ્કત ધારક 8,500 લોકોને મનપાએ નોટિસો ફટકારી છે. મહેસાણા મહાનગરપાલિકાએ મિલકત ધારકોને નોટિસો ફટકારતા વેરા વસુલાતમાં ધરખમ વધારો થયો છે. નોટિસો આપી એ પહેલાં મહેસાણા મનપામાં રૂપિયા એક લાખ વેરાની આવક હતી અને નોટિસો આપ્યા બાદ વેરા વસુલાત વધીને રોજિંદી 10 લાખ રૂપિયા થઈ ગઈ છે. આમ, મહાનગરપાલિકામાં વેરા વસુલાત રોજિંદી વધી જતાં કુલ બાકી વેરો 43 કરોડ હતો, જે હવે નોટિસો બાદ કુલ 22 કરોડ રૂપિયા વેરા વસુલાત મહાનગરપાલિકાએ કરી છે.
અહેવાલ: કિશોર ગુપ્તા