- 100 નંગ યુરિયા ખાતર સહિત કુલ કીમત 7.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો
- LCB દ્વારા પોલીસ PSI સી.જી ગોહિલને કાયદેસર તપાસ સોપાઈ
મહેસાણાના કડીના નંદાસણ નજીક આવેલ લક્ષ્મીપુરા ગામની સીમમાં ઉધોગ યુનિટ ઓમ શોપ નામની કંપનીમાંથી LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ ઉધોગ યુનિટ ઓમ શોપ કંપનીમાં ખેડૂતોને આપવામાં આવતા યુરિયા ખાતરનો ઉપયોગ કેમિકલ બનાવામાં થતો હતો. આ દરમિયાન 100 નંગ યુરિયા ખાતરની બેગો,બે મોલાઇલ સહિત કુલ કીમત રૂપિયા 7,36 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત LCB દ્વારા નંદાસણ પોલીસ PSI સી.જી ગોહિલને કાયદેસર તપાસ સોંપવામાં આવી છે
મહેસાણા LCB ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરતા લક્ષ્મીપુરા સીમમાં ચાયડામાં આવેલ હોમશોપ કંપનીમાંથી પીકપ ડાલામાં ભરેલ ખાતર રૂ. 26,600ની 100 નંગ બેગ તથા પીકપ ડાલુ રૂપિયા 7,00,000 અને બે નંગ મોબાઈલ મળી રૂ. 7,36,600 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ અર્થે નંદાસણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો.આ ખાતરના નમુના લઇ ખેતી વિભાગનાં અધિકારીઓએ તપાસ અર્થે મોકલ્યા હતા.
અહેવાલ: કિશોર ગુપ્તા