લાગણજ પોલીસની પ્રશંસનીય કામગીરી લોકોએ પણ વખાણી
મહેસાણા,
મહેસાણા તાલુકાના લાગણજ પોલીસ અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન લગતી કામગીરીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના માણસોની માહિતી મળી હતી કે પઢિયાર લક્ષ્મીપુરા ખાતે ઠાકોર જયેશ અને ઠાકોર અનિલ બંને ઈસમો ભેગા મળીને રહેણાંક મકાનમાં ખાડો ખોદી પીપની અંદર ભોયરુ કરી વિદેશી દારૂનો વેપલો ધમ ધમાવી રહ્યા હતા.
લાગણજ પોલીસની પ્રશંસનીય કામગીરી
લાંઘણજ પોલીસે બાતમીના આધારે ઠાકોર જયેશ ઉર્ફે લાલોના ઘરે પોલીસે કોર્નર કરીને રેડ કરતા ઘરની અંદરથી જમીનમાં ખાડાનું પુરાણ દૂર કરી 184 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 25,358 જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ઠાકોર અનિલ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા 32,108નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
લોકો શું કહે છે?
પણ જો લાઘણજ પોલીસ આવા અસામાજિક તત્વો અને ગેરકાનૂની કૃત્યો પર કડક બને તો અસામાજિક તત્વોને ભૂગર્ભમાં જતું રહેવું પડે તેવી લોકોમાં ચર્ચા જોર પકડ્યું છે
કિશોર ગુપ્તા