મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. આ સાથે 4 શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

વહીવટી તંત્રએ દટાયેલાઓને બહાર કાઢવા શરુ કરી કામગીરી

મહેસાણાના જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. આ દિવાલ પડતા 5 શ્રમિકના મોત થયા છે. તો અન્ય શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. આ દરમિયાન ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખોદકામ કે બાંધકામ દરમિયાન દુર્ઘટના બની હોવાની માહિતી

પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા. તેમજ 5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મોતનો આંકડો વધવાની સંભાવના

આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાય રહી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. આ સાથે રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ પણ સતત કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.