• લાંઘણજ પોલીસ સ્ટેશનના PI દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી
  • પોલીસની કડક કાર્યવાહીથી ગાડી ચાલકોમાં ફફડાટ

મહેસાણા: લાંઘણજ પોલીસ સ્ટેશનના PI દ્વારા પોલીસ સ્ટાફને આપવામાં આવેલ સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફ લાંઘણજ વિસ્તારના આંબલીયાસણ, ગોઝારીયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં કાળા કાચ વાળી ગાડીઓ,લાયસન્સ વગર,નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ના હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવરાત્રીના દિવસો નજીક આવવાની સાથે જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે તે અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનના PI ટી,જે,દેસાઇ દ્વારા પોલીસ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી હતી. PIની સૂચનાને અનુસરી પોલીસ સ્ટાફ લાંઘણજ વિસ્તારના આંબલીયાસણ, ગોઝારીયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવવી હતી.

જેમાં કાળા કાચ વાળી ગાડીઓ,લાયસન્સકે નંબર પ્લેટ વગરની ગાડીઓ તેમજ પૂરતા કાગળના હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ PI ટી,જે દેસાઇની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા ફોરવીલ ગાડીમાં ફિલ્મ કરેલ પટ્ટીને ઉખેડવામાં આવી હતી. આ સાથે નંબર પ્લેટ વગર,લાઇસન્સ વગર, તેમજ અપૂરતા કાગળો ના હોય તેમને દંડ ફટકારી મેમા આપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસની કડક કાર્યવાહીથી કાળી ફિલ્મ તેમજ ગાડી ચાલક પાસે કોઈપણ જાતના ગાડીના કાગળ ન રાખનાર ગાડી ચાલકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો હતો.

કિશોર ગુપ્તા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.