• સગીરાએ પોલીસ મથકે નોંધાવી હતી પોકસો અને દુષ્કર્મની ફરીયાદ
• આરોપીને ચાણસ્મા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરાઈ
Mehsana: રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આવો જ લાલ બતી સમાન કિસ્સો સામે આવ્યો છે,. જેમાં ચાણસ્મા પંથકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવાએ એક સગીરવયની દિકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ચાણસ્મા પોલીસ ને દુષ્કર્મ આચરનારા ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે વધુ વિગતે વાત કરવામાં આવે તો ચાણસ્મા પંથકની એક સગીરાને મહેસાણા ના ઉચરપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વિડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મહેસાણા ના ઉચરપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઇ ઉર્ફ શંકરભાઈ ચૌધરી સામે ચાણસ્મા પોલીસ મથકે સગીરાએ પોકસો અને દુષ્કાળ ની ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસો માંજ આરોપીને તેના ઘરે નહાવા ધોવા માટે આવતા જ દબોચી લીધો હતો અને ચાણસ્મા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ કિસ્સામાં તેને યોગ્ય સજા પણ ફટકારવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કિશોર ગુપ્તા