- આંબલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે મિતેષ જોશી નામના યુવાનનું ગળું કપાયું
- તાત્કાલિક હોસ્પિટલે ખસેડાતા યુવાનનો જીવ બચી ગયો
ચાઈનીઝ દોરીનો કાળો કારોબાર ઉતરાણ પહેલા કેટલા યુવાનોના ભોગ લેશે. ચાઈનીઝ દોરી વેચાણ કરનારા ઉપર તંત્ર ક્યારે એક્શન મોડમાં આવશે તેવું આમ જનતામાં ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર સરકારનો પ્રતિબંધ હોવા છતાં ખાનગી મોતનો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે ફરી એકવાર મહેસાણાના આંબલિયાસણમાં વધુ એક યુવાન દોરીનો ભોગ બન્યો હતો. થોડા સમય પૂર્વે આંબલિયાસણમાં ચાઈનીઝ દોરી વાગતા એક યુવાનનું મો*ત થયું હતું.
મહેસાણાના આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લઈને જઈ રહેલા મિતેષ જોશી નામનો યુવાન દોરીથી ઘાયલ થયો હતો. ત્યારે ગળાના ભાગે દોરી વાગતા યુવાનનું ગળું કપાયું હતું. આ અંગે સદનસીબે તાત્કાલિક ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જતા યુવાનનો જીવ બચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મહેસાણાના આંબલિયાસણમાં વધુ એક યુવાન દોરીનો ભોગ બન્યો છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લઈને જઈ રહેલા મિતેષ જોશીને ચાઈનીઝ દોરી વાગી હતી. તેમજ ગળાના ભાગે યુવાનને દોરી વાગતા તેનું ગળું કપાયું હતું. જોકે સદનસિબે યુવાનને ખાનગી હોસ્પિટલ લઈને જતા યુવાનનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા જ એક યુવાનનું દોરી વાગવાને કારણે મો*ત થયું હતું.
મહેસાણા આંબલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે મિતેષ જોશી નામના યુવાનનું ગળું કપાયું હતું. આ દરમિયાન યુવાનને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાતા યુવાનનો જીવ બચી ગયો છે. તેમજ ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણામાંથી ચાઈનીઝ દોરીના જથ્થો જપ્ત કરાયો હતો.
અહેવાલ : કિશોર ગુપ્તા