લતાજીના માતૃશ્રી ગુજરાતી હતા તેથી તેને ગુજરાતી વાનગીઓ બહુજ ભાવતી હતી: ક્રિકેટમાં ઉંડો રસ લેતા દીદીએ 1983ના વર્લ્ડકપ વિજેતા ટીમ માટે ભંડોળ ભેગુ કરવા જાહેર સંગીતનો શો યોજયો હતો
લતાજીને ‘અબતક’ની શ્રદ્ધાંજલિ લેખન-સંકલન અરૂણ દવે
2019માં લતાદીદીએ હીરાબાને શુભેચ્છા પત્ર ગુજરાતીમાં લખ્યો હતો
રાજકોટમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા લતાદીદીને સ્વરાંજલિ
ભારત રત્ન, સ્વર સામાજ્ઞી લત્તા મંગેશકરજીનું ગઈકાલે દુ:ખદ અવસાન થતા દેશભરમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. રાજકોટના પીઢ કલાકાર ભૂપેન્દ્રભાઈ વસાવડાએ લત્તા દીદીની યાદમાં રાજકોટમાં સ્મૃતિ મંદિર બનાવવાની ઘોષણા કરી છે. દરમિયાન કાલે ચિત્રનગરીનાં કલાકાર જયભાઈ દવે અને રમેશભાઈ મુંઢવાએ દિવાલપર ચિત્ર દોરી પૂ.લત્તા દીદીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ગાયકોને મળવી જોઇએ રોયલ્ટી
લતા મંગેશકરે માંગણી કરી હતી કે જયાં જયાં ગીતો વળો ત્યારે ગાયકોને પણ રોયલ્ટી મળવી જોઇએ, રાજકપૂરે તેનો વિરોધ કરતા જણાવેલ આ અમારો વ્યવસાય છે ત્યારે લતાજીએ જણાવેલ કે ફિલ્મોની સફળતા પાછળ તેના સુંદર કર્ણપ્રિય ગીતોના ગાયકોનો પણ વિશેષ ફાળો હોય છે. અંતે બધા જ ગાયકોને રોયલ્ટી મળવા લાગી.
રાજકોટના આ બે કલાકારોથી પ્રભાવિત હતા દીદી !!
રાજકોટનાં સંગીતકાર પંકજ ભટ્ટે પોતાની ગુજરાતી ફિલ્મો માટે લતાજી પાસે ગીતો ગવડાવ્યા હતા. પંકજ ભટ્ટ આ સમયે અવારનવાર લતાજીને મળતા ત્યારે તે તેના સંગીતથી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત હાસ્ય કલાકાર જય છનિયારાને પણ તેના શ્રેષ્ઠ પરફોમ્સ બદલ શુભેચ્છા પાઠવી હતી. લતાજીના કાયમી સંભારણા તરીકે બન્ને કલાકારોએ રાજકોટનું નામ દેશમાં રોશન કર્યુ છે. સંગીત દુનિયામાં દેશ-વિદેશમાં રાજકોટનું નામ પંકજ ભટ્ટે તેના સંગીતથી કર્યુ છે.
ઓ.પી. નૈયરે કયારેય લતા પાસે ગીત ન ગવડાવ્યું !!
બોલીવુડના એક માત્ર સંગીતાકાર ઓ.પી. નૈયર એક જ એવા સંગીતકાર હતા જેણે કયારેય લતાજી પાસે ગીત ન ગવડાવ્યું હતુ. દીદીના બેન આશા ભોંસલેએ સૌથી વધુ ગીતો તેમના સંગીતમાં જ ગાયા હતા. 1952 માં આસમાન પીકચર વખત લતા ત્રણ-ચાર વાર રેકોડીંગમાં ન આવ્યા ત્યારથી જ ઓપી નૈયરી નકકી કર્યુ ને કયારેય તેને ગાવાની તક ન આપી જે એક બોલીવુડ સંગીતકારનો રેકોર્ડ છે.
સંગીતકારનાં પુત્રો સાથે પણ કામ કર્યુ…
1970 થી 1980 ના દાયકામાં તેણે અગાઉના સંગીતકારોના પુત્રો સાથે પણ કામ કર્યુ. જેમાં રાહુલ દેવ બર્મન (પુત્ર સચિન દેવ બર્મન), રાજેશ રોશન (પુત્ર – રોશન), અનુ મલિક (પુત્ર સરદાર મલિક) અને આનંદ મિલિંદ (પુત્રો ચિત્રગુપ્ત) તેને આસામી ભાષામાં ઘણા ગીતો ગાયા અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દંતકથા સમા ગાયક સ્વ. ભુપેન્દ્ર હજારિકા સાથે ખૂબ જ સારા સંબંધો હતા. તેમના માર્ગદર્શન લતાજી ઘણા ગીતો ગાયા અને ખાસ તો ‘રૂદાલી’ ફિલ્મમાં ‘દિલ હૂમ હૂમ કરે ’ ગીત તે વર્ષે સૌથી વધુ રેકોર્ડ વેચાણ કરેલ. લતાજીએ ગાયકોમાં અમીત કુમાર (કિશોરકુમારના પુત્ર) નિતીન મુકેશ (મુકેશજીના પુત્ર) સાથે પોતાના ગીતો ગાયા છે.
લતા દીદીને અર્પણ
લતામાંથી કોયલ ઉડી ગઈ,
ભારત રત્ન કોયલ ઉડી ગઈ.
સુરતાલની સરિતા બની જીવી ગઈ,
કોકિલ કંઠી કોયલ ઉડી ગઈ.
વીરતા, પ્રેમના ફિલ્મી ગીતો ગાઈ ગઈ,
લાખો ગીતો ગાનારી કોયલ ઉડી ગઈ.
વસંતઋતુ ખીલવી હિન્દુસ્તાનની રગેરગમાં,
લીલી વનરાઈનું પક્ષી કોયલ ઉડી ગઈ.
સ્વર્ગમાં લતા દીદીની મહેફિલ જામશે જોજો,
અઝીઝ સ્વર સામગ્રી કોયલ ઉડી ગઈ.
– ભાટી એન અઝીઝ
ગર્વની વાત: કોકિક કંઠી લતાજીએ રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપત બોદરની આ ફિલ્મમાં ગાયું હતું ભજન
ગર્વની વાત: કોકિક કંઠી લતાજીએ રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપત બોદરની આ ફિલ્મમાં ગાયું હતું ભજન
રાજકોટમાં લતા દીદીની સ્મૃતિમાં મંદિર બનાવવાની જાહેરાત
રાજકોટના પીઢ કલાકાર ભુપેન્દ્ર વસાવડાએ રાજકોટમાં ‘પૂજય લતાદીદીનું સ્મૃતિ મંદિર’ બનાવવાની જાહેરાત કરી હતી. ભુપેન્દ્ર વસાવડાને 1954માં લતાદીદીએ ગોલ્ડ મેડલ આપ્યો હતો. તેમના ઘરે 1954માં લતાદીદીની પૂજા થાય છે.
બોલીવુડના ગોલ્ડન એરાના મહાન ગાયકોની અલભ્ય તસવીર
જૂનાફિલ્મોમાં ગીતો આજે પણ એટલા જ પોપ્યુલર છે તેનું કારણ તેના શબ્દો સંગીત હતુ.લતાજીના અવસાનથી વર સાધનાનો એક યુગ આથમી ગયો છે.ત્યારે બોલીવુડના ગોલ્ડન એરાના મહાન ગાયકોનોગ્રુપ ફોટો મળવો ખૂબજ મુશ્કેલ છે. ત્યારે અબતકના વાંચકો માટે આ અલભ્ય તસ્વીર પ્રસ્તૃત છે.જેમાં લતા કિશોર-રફી,મુકેશ,ગીતાદત્ત, રાજકુમારી, તલત મહમૂદ, નૂરજહાં, શમશાહદ, હેમંતકુમાર જેવા મહાન ગાયકો એક ગ્રુપમાં ઉભા છે
ગાયકોને મળવી જોઇએ રોયલ્ટી
લતા મંગેશકરે માંગણી કરી હતી કે જયાં જયાં ગીતો વળો ત્યારે ગાયકોને પણ રોયલ્ટી મળવી જોઇએ, રાજકપૂરે તેનો વિરોધ કરતા જણાવેલ આ અમારો વ્યવસાય છે ત્યારે લતાજીએ જણાવેલ કે ફિલ્મોની સફળતા પાછળ તેના સુંદર કર્ણપ્રિય ગીતોના ગાયકોનો પણ વિશેષ ફાળો હોય છે. અંતે બધા જ ગાયકોને રોયલ્ટી મળવા લાગી.
ભારતરત્ન લતાજીની અલવિદા.. દેશમાં એક યુગનો અંત… ઓસમાણ મીર
- લતા મોંગેશકરના નિધનથી જાણીતા લોકગાયક ઓસમાણ મીર વ્યથીત
- મુંબઈ જતા ત્યારે લતાજી ના આશિર્વાદ લેવા અચૂક જવાનુ રહેતું
- લતાજી સાથે ટેલિફોનિક વાતચિત્ત હવે માત્ર સભારણું : ઓસમાણ મીર
- મેં અને મારા પુત્ર આમિરએ લતાજી માટે ખાસ સોંગ તૈયાર કરેલ દીદીના આશીર્વાદ મળ્યા હતા
- વિરલ ચેતનાને વઁદના પણ ખૂબજ આધાતમય અલવિદા છે: ઓસમાણ મીર
ભારતરત્ન અને કોકિલકંઠ એવા લતા મોંગેશકર એ રવિવારે સવારે આ દુનિયામાં થી અલવિદા લીધી તેનો કલાજગત માં ભારે આધાત છે ત્યારે જાણીતા લોકઅને સૂફીગાયક ઓસમાણ મીર એ દીદી ની અલવિદા થી માત્ર પોતેનહી પરંતુ પુત્ર આમિર સહીત મીર પરિવાર દુ:ખી થયા નું જણાવી લતાજી ને શ્રદ્ધાજલી અર્પી હતીલોકગાયક ઓસમાણમીરે જણાવ્યું છે કે લતાદીદી હોસ્પિટલ માં હતા ત્યારે તેમના ખબર અંતર પૂછી સ્વસ્થતા ની દુવાપ્રાર્થના કરતા હતા તેવા માં રવિવારે સવારે આવેલા અલવિદા ના સમાચાર થી વ્યથીત થયા છીએ ઓસમાણ મીર કહે છે કે મારા પ્રત્યે તો ખૂબજ લતાજી ને પ્રેમભાવ હતો મુંબઈ જાઉં તો ઘર ની મુલાકાત લઇ લતાજી ના આશીર્વાદ ચોક્કસ લેવા જવાનો ક્રમ હતો એટલું જ લતાજી ક્યારેક કયારેક ટેલિફોનીકવાતચીત મારા અને મારા પરિવાર માટે તો ખૂબજ ગૌરવ સાથે ખુશી ની ઘડી બનતી હતી.
પરંતુ લતાદીદી ની અલવિદા થી હવે આ ટેલિફોનિક ઓડિયો હવે સ્મૃતિરૂપ બનશે તેનો રંજ છે પણ અમારા માટે તો વસમી છે મેં અને મારા પુત્ર એ એક ખાસ સોંગ તૈયાર કર્યું છે તેવું લતાજી ને કહેલું ત્યારે લતાજી એ મને અને મારા પુત્ર આમિર ને ખૂબજ પ્રેમભાવ સાથે આશીર્વાદ આપ્યા હતા તે અમારી સાથે કાયમ જીવંત રહેશે આમ લતાજી ના નિધન થી ખૂબજ નજીક એવા લોકગાયક ઓસમાણ મીર એ દુ:ખી મને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે
લતા મંગેશકરની સ્વર સંગીત યાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બહુમુખી પ્રતિભાને શ્રધ્ધાંજલી અર્પતા રાજુભાઇ ધ્રુવ
લતા મંગેશકરે પોતાના અવાજથી માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી હતી
સૂર સામ્રાજ્ઞી અને કોકિલકંઠી જેવા અનેક ઉપનામોથી દેશ-વિદેશના કરોડો ચાહકોના હૃદયમાં સ્થાન ધરાવનાર ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. લતાજીએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે તેમ જણાવી તેમના સ્વર સંગીત ના એક અદના ચાહક સૌરાષ્ટ્ર જન વિકાસ મંચના સંયોજક રાજુભાઈ ધ્રુવે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
શ્રદ્ધાંજલિ આપતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે લતાજી મંગેશકરના મધુર અવાજે તેમને એક અલગ ઓળખ અપાવી હતી. એવો અવાજ કે જેમની સામે દરેક ગાયક નતમસ્તક છે. લતા દીદીનું ગીત દરેક દિલને સ્પર્શી ગયું છે.
સંગીત સામ્રાજ્ઞી લતા મંગેશકરનું અવસાન સંગીત જગત માટે અપૂર્વીય ખોટ છે, પરંતુ તેમનો અવાજ વિશ્વભરના સંગીત પ્રેમીઓની યાદોમાં કોતરાયેલો રહેશે.લતાજીનું નિધન સમગ્ર સંગીત જગત માટે એક ના પુરી શકાય તેવી ખોટ છે. તેમના યોગદાનને આપણે કદી ભૂલી શકવા ના નથી. તેમનો મધુર અવાજ વિશ્વભરના સંગીત પ્રેમીઓના દિલો માં તેમની યાદોમાં યુગો સુધી પ્રવાસ કરશે.સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરે પાંચ વર્ષની ઉંમરથી જ ગાયનની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેમણે 1942માં ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને સાત દાયકાથી વધુ સમય સુધી હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ અને બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં 30000 થી વધુ ગીતો ગાયા હતા જે એક મોટી ઉપલબ્ધિ છે.
રાજુભાઈ ધ્રુવે એમ પણ જણાવ્યું છે કે આદરણીય લતાજી અને ગુજરાતને એક અનોખો નાતો હતો. લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરે ગુજરાતી પરિવાર માં લગ્ન કર્યા હતા.
લતાજીની સૂર સાધના આપણી વચ્ચે સદાય જીવંત રહેશે: કિર્તીદાન ગઢવી
ભારત રત્ન લતાજીની આધાતજનક સ્વર્ગસ્થ નહી સૂર શબ્દસ્થ લતાજી ક્યારેય નહીં ભુલાય
ભારતરત્ન અને કોકિલ કંઠએવા લતા મોંગેશકર નું રવિવારે નિધન થતાં સમગ્ર દેશ માં શોકમય સ્તબઘતા છવાઈ છે ત્યારે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી એ લતાજી ને અલવિદા ને અંજલી અર્પતા કહ્યું હતું કે લતાજી ની સૂરસાધના ક્યારેય વિસરાશે નહી તેથી જ લતાજી આપણી વચ્ચે સદાય જીવંત અને અમર રહેશે.
કિર્તીદાન ગઢવી એ જણાવ્યું કે રવિવારે સવાર જ દુ:ખદ રહી છે કે આપણા દેશનું ઘરેણું લતાજી ની અલવિદા ના સમાચાર સાંભળયા ત્યારે હું ખૂબજ જ વ્યથિત થયો છું થોડા દિવસ પૂર્વે લતાજી સ્વસ્થ થયા હોઈ તે જાણી મારી તમારી સૌની પ્રાર્થના ભગવાન એ સાંભળી તેવું લાગ્યું અને હાશકારો અનુભવ્યો હતો પણ રવિવારે સવારે લતાજી ના અલવિદા ખૂબજ આધાતજનક રહી છે જોકેભારત રત્ન લતાજી એ ચાલીસ હજાર થી વધુ ગીતો ગાઈ ને માત્ર જૂની નહી પણ નવી પેઢી ના લોકપ્રિય લતાજી રહ્યા છે આવા મોટા ગજા ના ગાયિકા છતાં સદાય સરળ સાલસએવા લતાજી ભલે સ્વર્ગસ્થ થયા પણ આપણી વચ્ચે લતાજી તેઓ ની સૂરસાધના થી સદાય જીવંત રહેશે બીજું સરસ્વતીમાં નું સ્વરૂપએવા લતાજી ની અલવિદા વસંત પંચમી ના બીજા દિવસે આ સરસ્વતીરૂપ દીદી આ દુનિયા છોડીઅનંતયાત્રા એ ગયા છે તેથી જ કીર્તિદાન શબ્દરૂપી શ્રદ્ધાજલી અર્પતા કીર્તિદાન ગઢવી કહે છે કે…. હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે મળે.. આતો ઝાંજવા ના પાણી.. આશા જૂઠી રે બઁધાણી.. મોતીડાં નહીં રે મળે..