મેધાલયની કોલસાની ખાણમા 13 ડિસેમ્બરના ફસાયેલા 15 મજૂરોને બચાવવા 18મા દિવસે પણ રાહત કાર્ય ચાલુ.NDRFના આસિસ્ટન કમાન્ડે કહ્યું કે અત્યાર સુધી 3 હેલ્મેટ મળી આવ્યા. ત્યાંરે શનિવારે ભારતીય નૌસેના પણ આ અભિયાનમાં સામેલ થયા. અધિકારીઓએ શુક્રવારે તેવી માહિતી આપી.
નૌસેનાના પ્રવક્તાએ એક ટ્વીટ માં જણાવ્યું હતું કે, 15 ગોટાખોરની ટીમ શનિવારે પૂર્વીય જયંતિયા પર્વતીય જિલ્લાની સુદૂરવર્તી લુમથારી ગામ પહોંચશે. તેમણે કહ્યું કે આ ટીમ વિષેશ રૂપથી ડાઈવિંગ ઉપકારણો લઈને જાય છે.
જેમાં પાણીમાં ગોતવા માટે ખાસ રિમોટ સંચલિત વાહનનો સમાવેશ થાય છે. પમ્પ ઉત્પાદક કંપની કિર્લોસ્કર બેડર્સ લિ. અને કોલ ઇન્ડિયાએ શુક્રવારથી સંયુક્ત રીતે મેઘાલયની દૂરવર્તી કોલસાની ખાણ માટે 18 હાઇ પાવર પમ્પ રવાના કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે વાયુસેનાએ ભુવનેશ્વરથી વિમાન દ્વારા 10 પમ્પ પહોંચ્યાં છે.
આ દરમિયાન ભૂવનેશ્વરથી મળેલ એક અહેવાલ મુજબ ઓડિશા ફાયરબ્રીગેડના 20 સભ્યની ટીમના સાધનો સાથે શુક્રવાર પર શિલંગ માટે રવાના થઈ છે.ઉપકરણોમાં હાઇપાવર પંપ, હાઈજેક ઉપકરણ,અને સ્થાનિક પ્રસાસાન માટે હાઇટેક ઉપકારણોનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાએ કોલસા ખાણ મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની મા ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.