બોલબાલા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ વેકેશનના સદઉપયોગ દ્વારા સ્વાવલંબનનના વિઘાર્થીઓને પાઠ ભણાવવા સમાન સમર ટ્રેનીંગ કલાસીસનું આયોજન કરીને અનેક સુષુષ્ત શકીતીઓને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરે છે.
સંસ્થા દ્વારા મહેંદી સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા તથા હેરસ્ટાઇ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું અને સંસ્થાની આ સ્પર્ધા લીંબકાબુક એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવી છે.
તમામ સ્પર્ધામાં ૨૦૨૭ જેટલી સ્પર્ધક બહેનોએ ભાગ લઇ અનેરા થનગનાટ સાથે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. એક થી એક ચડીયાતી ડીઝાઇન તેમજ સુંદર ફુલોની ડીઝાઇન, ભગવાન શંકર અને દુર્ગા, ભારતમાતાની ડીઝાઇન, શિવજી, રાધાકૃષ્ણ તેમજ શ્રીનાથજીની ડીઝાઇન દર્શકો માટે આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા.
આ સ્પર્ધકોમાં નિર્ણાયકો જાગૃતિબેન પરમાર, નયનાબેન પટેલ અમદાવાદ તૃપ્તીબેન જાની (ટુ સ્ટાઇલ બ્યુટી પાર્લર) ધારાબેન રાજપુત, માયાબેન પટેલ (માયાઝ બ્યુટી પાર્લર) શાયરાબેન કેશવાલ અમદાવાદ, ગાર્ગીબેન પુજાબેન, પુજા બ્યુટી પાર્લર, રસીદાબેન વગેરે માટે જજમેન્ટ આપવું મુશ્કેલ પડે તેવા સ્પર્ધકોમાંથી વિજેતાઓ ને ગીફટ, ઇનામો, શિલ્ડ આપવામાં આવ્યું હતુ. તેમજ ૨૦૦૭ લાભાર્થીઓને સર્ટી અને ગીફટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાની સેવા સાથે સ્વાલંબનની પ્રવૃતિઓના ઉદધાટનમાં રાજકોટ પોલીસ કમિશ્નર, પ્રફુલ્લભાઇ પંડયા (બ્યુટી આર્ટ) મણીભાઇ અમદાવાદ, હરીશભાઇ દુબઇ, કિરણબેન માકડીયા આજના સમયમાં બહેનોને સ્વાવલંબી બને અને પુરુષ સમોવડી બને તેવા વિચાર રજુ કર્યો હતો તેમજ સ્વાવલંબની અને રોજગાર લક્ષી અને બહેનોમાં રહેલી શુસુષ્ત શકિત બહાર આવે તેવા પ્રયાસ કરતી સંસ્થાને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળતા શીખરો સુધી લઇ જવા માટે મૌલેશભાઇ પટેલ (બાન લેબ્સ) વડાલીયા ફુડ, સુરેશભાઇ પટેલ (પટેલ કોમ્પ્યુટર) નાઇસ બ્યુટી પાર્લર સહીત અનેક નામાંકિત સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓનો સુંદર સહયોગ સાપડયો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક જીગીશા ડી. ખંભાયતા, બીજા ક્રમાંકે બે બહેનો ગોરસીયા કાજલ અને દક્ષાબેન સોલંકી અને ત્રીજા ક્રમાંકે ત્રણ બહેનો ઉરીશી સાહીસ્તા, સોજીત્રા શિતલ, અને ઉધાદ દિશા તેમજ ર૦ બહેનોને પ્રોત્સાહીત ઇનામો આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને લીમ્બકાબુક ઓફ રેકર્ડમાં સ્થાન મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવામાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞેશ ઉપાઘ્યાય, સુનીલભાઇ રાઠોડ, નીતીનભાઇ ભગદેવ, વીજયભાઇ પારેખ, અતુલભાઇ સંધવી, હકાભાઇ ચૌહાણ, સુનીલભાઇ કોઠારી, અશોકભાઇ દવે, આ કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડયો હતો.