તાજેતર માં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર ના ઝુપડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ને એક વર્ષ પૂર્ણ થયા તેની ઉજાણી ના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓપન જામનગર મહેંદી સ્પર્ધા નું સુંદર આયોજન કરવા માં આવેલ. શહેરની મધ્યમાં આવેલ શ્રી કાશી વિસ્વના મહાદેવ ના મંદિર માં અંદાજે ૭૦ થી વધુ બહેનો એ રંગબેરંગી અને આકર્ષક મહેંદી મૂકી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.
સંસ પ્રમુખ મનીષભાઈ રાઠોડ જણાવે છે કે ” આ સ્પર્ધા નો અમારો મેઈન હેતુ સમાજ ની છેવાડાની બહેનો સમાજની બીજી બહેનો સાથે મળી ને પોતાની આંતરિક શક્તિ સમાજ સમક્ષ રજુ કરી શકે, અને અમારો હેતુ સાર્થક પણ થયો. ૪૦ થી વધુ બહેનો સ્લમવિસ્તારોની હતી. સાથે સાથે અમારા ઝુપડપટ્ટી ની દીકરીઓ એ પણ હોંશે હોંશે સ્પર્ધા દરમ્યાન પોતાના હાથે મહેંદી મૂકી અને મહેમાનો ના દિલ જીતી લીધેલા ” આ અનોખા સતકર્મ ને સાર્થક કરવા માટે મેંગોપીપલ પરીવાર ના પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ રાઠોડ, ધારાબેન ચૌહાણ, રચનાબેન ત્રિવેદી, રાજેશભાઈ ગોહેલ, નિલેશભાઈ હાડા, કેયુરીબેન રાઠોડ, બારડભાઈ, દિનેશભાઈ સોઢા, નાાભાઈ ભટ્ટી, બ્રિજેશભાઈ પરમાર, ભાવિનકુમાર, શિલ્પાબેન અમલાની, મનીષા ખેતાણી, નિલેશભાઈ જોશી, ર્પાભાઈ વાઘેલા, દીપકભાઈ જોશી, પાર્થભાઈ મહેતા, રેખાબેન ગોસાઈ, ફાલુબેન ગોસાઈ, પ્રશાંતભાઈ વ્યાસ, આશાબેન પટેલ, નયનાબેન એ ખુબ સુંદર જહેમત ઉઠાવેલી.
દરેક સ્પર્ધક ને બંધન પાઇપ દ્વારા એક સ્યોરે ગિફ્ટ અને વિજેતા થયેલ સ્પર્ધકો ને યુટર્ન તરફ થી આકર્ષક ગોગલ્સ આપવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લેમ વિસ્તારો માટે સતત કાર્યશીલ સંસ્થા છે, તે આવા બાળકો માટે છેલ્લા ૪ વર્ષ થી રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. વધુ માહિતી માટે સંસ્થા પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮૬ / ૯૨૨૭૦૦૭૭૮૬) નો સંપર્ક કરવો.