સમાજ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: જ્ઞાતિજનોને પાઠવ્યું આમંત્રણ
૩૧મી સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શિવ ઉત્સવમાં આગામી ગૂરુવારે સાંજે ૭ કલાકે મેઘવાળ સમાજ દ્વારા ભગવાન શિવજીની મહાઆરતી કરવામા આવશે. જે અંગે વધુ વિગત આપવા મેઘવાળ સમાજનાં અગ્રણીઓ ડો. શાંતાબેન, વશરામભાઈ સાગઠીયા, માવજીભાઈ રાખશીયા, મુકેશભાઈ જાદવ, હિંમતભાઈ મયાત્રા, હીરાલાલ પરમાર, છગનભાઈ ચાવડા, નરેન્દ્ર રાઠોડ અનીલ જાદવ, મંગાભાઈ લુણશીયા અને હીરાભાઈ ચાવડાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટ ખાતે પહેલીવાર ઐતિહાસીક, અલૌકિક અને અદ્વિતીય શિવ ઉત્સવ ૩૧ જુલાઈ થવાનો છે. જેમાં વિધિ-વિધાનથી સ્થાપિત ‚દ્રાક્ષના શિવનું સ્થાપન કરી દરરોજ મહાપૂજા મહાયજ્ઞ મહા આરતી કરવામાં આવશે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેઘવાળ સમાજ પણ ઉત્સાહથી શિવ આરાધનામાં ભાગ લેવાનો છે.મેઘવાળ સમાજ મહાઆરતી પૂજા તથા પ્રસાદનો મોટા પ્રમાણમાં ભાગ લે અને શિવની કૃપા મેળવે તેવું આમંત્રણ પાઠવીએ છીએ સાથે દરરોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનું પણ અામંત્રણ આપીએ છીએ.