સાબલપુર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફીક જામ: ઠેર ઠેર પાણી ભરાયા
જૂનાગઢ અસહ્ય બફારા બાદ ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. કડાકા ભડાકા સાથે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો. વરસાદના કારણે શહેરના હાઉસીંગ બોર્ડ વિસ્તાર તેમજ સાંબલપૂર વિસ્તારમાં સમસ્યાઓ ઉભી થવા પામી હતી. સાથે સાથે અમુક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી સાથે જ લાઈટ ગૂલ થઈ જવા પામી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો ત્યાંજ સાંજના ૪ વાગ્યાની આસપાસના સમયમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જૂનાગઢમાં ગાજવીજ તેમજ કડાકાભેર પવન સાથે વરસાદ પડવાનું શ‚ થયું હતુ જૂનાગઢ શહેરમાં એક કલાક સુધી વરસાદ શ‚ રહ્યો હતો. એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો રસ્તા પર પાણી જ પાણી વહેવા લાગ્યા હતા. હાઉસીંગ બોર્ડની કોલોનીમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા.
જૂનાગઢમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા સાંબલપુર પાસે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતુ વૃક્ષ ધરાશાયી થતા રાજકોટના અમિતભાઈ વિનુભાઈ રાઠોડને ઈજા પહોચી હતી અતે તેની બાઈકનો બુકડો બોલી ગયો હતો. જેની જાણ ૧૦૮ને થતા ડો. સબીર જેઠવા અને પાયલોટ જીતુ ગઢવીએ તેમને સારવાર માટે સીવીલમાં ખસેડયા હતા. તોતીંગ વૃક્ષ પડતા ટ્રાફીક જામ થઈ ગયો હતો અને અનેક વિસ્તારમાં લાઈટે ગૂલ થઈ ગઈ હતી અને વરસાદ બંધ થયા પછી પૂન: લાઈટો શરૂ થઈ હતી