૧૦ થી ૧૩ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસી જાય તેવા આસાર
મુંબઇમાં ઠેર-ઠેર પાણી ભરાયા: ટ્રેન અને વિમાની સેવા પર અસર
મુંબઈમાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદના આગાહી
ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીી એલર્ટ
મુંબઈમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે હળવાી ભારે વરસાદ પડયો છે. વરસાદના પગલે માયાનગરીના માર્ગો પર પાણી વહી રહ્યાં છે. ઘણા સ્થળે ગોઠણ સુધી પાણી ભરાયા છે તો ઘણા સ્ળે ગળાડુબ પાણી જોવા મળ્યા છે. ભારે વરસાદના પગલે રેલ અને વિમાની સેવાને અસર પહોંચી છે. હજુ આગામી ૪૮ કલાક સુધી મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રીથી ગરમીમાં મુંબઈકરોને રાહત મળી છે. છેલ્લા ઘણા સમયી મુંબઈમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી. પ્રીમોન્સુન એકટીવીટીમાં ધોધમાર વરસાદ પડયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ગઈકાલે અને આજે તેજ હવાના પગલે ઘણા સ્ળે વૃક્ષો પડયા છે. હવામાન વિભાગના વરતારાનુસાર આગામી સમયમાં વરસાદ સો તોફાન પણ આવી શકે છે જેથી સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે. શાંતાક્રુઝ સેન્ટર પર આજે અંદાજે ૨૬.૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ આંકડો આજે ઘણો વધી જશે તેવી સંભાવના છે. ખાનગી હવામાન સંસ સ્કાયમેટ પણ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસુ નિર્ધારીત સમય કરતા ૩ દિવસ વહેલુ કેરળમાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ હવે મુંબઈમાં વરસાદ પડતા આગામી તા.૧૦ થી ૧૧ જૂન વચ્ચે ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના અંદાજ અનુસાર આગામી ૧૧ જૂની દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસાની પ્રક્રિયા બંગાળની ખાડીમાં શરૂ શે જેના પરિણામે ૧૨મી જૂને ઉત્તરપ્રદેશમાં ચોમાસાનો પ્રમ વરસાદ પડશે.
પર્યાવરણની પથારી ફરી કાશ્મીરમાં લૂનો કહેર
કુદરતના ચક્રમાં માનવના હસ્તક્ષેપી પર્યાવરણની પારી ફરી ગઈ છે. પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની ચૂકયું છે. રાજસન, ઉત્તરપ્રદેશ, ગુજરાત જેવા રાજયોમાં ગરમ હવાઓ અને લુનો પ્રકોપ હોય તે સામાન્ય બાબત છે પરંતુ કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં લુ અનુભવવાની ઘટના ચોંકાવનારી છે. હવામાન વિભાગે કાશ્મીરને લુથી પ્રભાવિત ક્ષેત્રોમાં સમાવિષ્ટ કર્યું છે. કાશ્મીરમાં લઘુતમ તાપમાન ૩૪.૪ ડિગ્રી સુધી રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ચુકયું છે જે સામાન્ય કરતા ૮.૧ ડિગ્રી વધુ છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં જો તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી સેલ્સીયસી વધી જાય તો તેને લુના ભરડામાં આવેલો વિસ્તાર ઘોષીત કરી દેવામાં આવે છે. કાશ્મીરની ખીણમાં હાલ તાપમાન સામાન્ય કરતા ૮ ડિગ્રી વધુ છે જે ખૂબજ ચિંતાજનક બાબત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ તેમજ મહારાષ્ટ્રમાં પણ તાપમાન ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકયું છે.