દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલા ચોમાસું આજે વલસાડ ખાતે પહોંચ્યું હતું. અને વલસાડને તરબતર કરતું હોય તે રીતે પ્રથમ વરસાદમાં જ મોગરવાડી ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. જેથી તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 જૂનથી વિધિવત ચોમાસાના પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે મહારાષ્ટ્ર પર અપર એર સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતની વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ હતી. જેથી દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભ થયો હોય તેમ ડાંગ બાદ વલસાડમાં પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
જેમાં મોગરવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ગરનાલામાં પાણી ભરાઈ જતાં તંત્રની પોલ ખુલી હતી. પ્રિ મોન્સુન કામગીરીમાં ધાંધીયા થયા હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલે જતાં સ્ટુડન્ટસને પાણીમાંથી ચાલવાની ફરજ પડી હતી.