શહેરમાં ભારે વરસાદ હોવા છતાં વીજ પુરવઠો યથાવત રહેતા લોકોએ પીજીવીસીએલની કામગીરીને બીરદાવી
રાજકોટમાં ગઇકાલથી સતત વરસાદ વરસી રહ્યો છ. શહેરમાં ર૪ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી હતી ત્યારે આવા જોરદાર વરસાદની ઇનીંગમાં પીજીવીસીએલ ઉર્તિણ નિવડયું હતું. ભારે વરસાદના કારણે પણ શહેરભરમાં વિજ પુરવઠો યથાવત રહ્યો છે. પીજીવીસીએલની સરાહનીય કામગીરીની ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે થોડો વરસાદ વરસતા જ વિજળી ગુલ થતી હોય છે. પરંતુ રાજકોટમાં ગઇકાલથી મુશળધાર પડી રહેલા વરસાદને લીધે શહેરભરમાંથી કયાયથી પણ નોંધાપાત્ર વીજ ફરીયાદો મળી નથી. આંગણીના વેઢે ગણી શકાય તેવી નાનાી સમસ્યાઓની ફરીયાદ નોંધાય હતી. પીજીવીસીએલના કર્મચારીઓની સરાહનીય કામગીરીનાં કારણે સાંબેલાધાર વરસેલા ૧૬ ઇંચ જેટલા વરસાદમાં પણ વીજ પુરવઠો યથાવત રહ્યો હતો.
વરસાદ આવે એટલે લોકો સામાન્ય રીતે વીજળી ગુલ થઇ જવાની તૈયારી રાખતા હોય છે. પરંતુ આ વખતે વીજળી ગુલ ન થતાં આવા લોકો ભોઠા પડયા હતા અને પીજીવીસીએલની સરાહનીય કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. આખા ચોમાસા દરમિયાન પીજીવીસીએલ આવી જ કામગીરી કરે તેવી આશા લોકો સેવી રહ્યા છે.