Abtak Media Google News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામા વરસાદ: સૌથી વધુ વલસાડના ઉંમરગામમાં 3 ઈંચ જયારે સુરત-નવસારીમાં દોઢ ઈંચ વરસાદ વરશ્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા 3 ઈંચ, વલસાડમાં સવા 2 ઈંચ, પલસાણામાં દોઢ ઈંચ, જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવા ઈંચ, વાપીમાં સવા ઈંચ, પારડીમાં 1 ઈંચ, ચિખલીમાં પોણો ઈંચ, ડાંગમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 11 જૂને ચોમાસું નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. વરસાદના કારણે વાપીના હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી હતી. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ ગામમાં પણ વરસાદ ખૂબ જ ઘણો થયો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આજથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.