રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે મેઘરાજાએ હવે વ્હાલ વરસાવાનો શરૂ કરી દીધો છેરાજ્યમાં કાલે એકથી સુધીનો છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો સૌથી વધુ મોરબીના ટંકારામાં પાંચ વરસાદ નોંધાયો છે ચાર દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને જગતના તાત ખુશ ખુશાલ થયા છે
ગોંડલ
ગોંડલ માં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ બે કલાક માં અઢી ઇંચ વરસાદ વરસતા શહેર નાં અંડરબ્રિજ સહિત રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.
કોલેજ ચોક, માંડવીચોક,ત્રીકોણીયા થી જેલચોક સહિત માર્ગો પર ઠેરઠેર પાણી ભરાતા નગરપાલિકા ની પ્રી મોન્સૂન કામગીરી ની પોલ ખુલવા પામી હતી.આશાપુરા,ઉમવાડા અંડરબ્રિજ અને રાતાપુલ નીચે પાણી ભરાતા રાહદારીઓ અટવાયા હતા.ઉમવાડા અંડરબ્રિજ માં સ્કુલ બસ અને ટ્રેકટર પાણી માં ફસાયા હતા.ભગવતપરા માં નદીકાંઠા પરની દીવાલ ધરાશઇ થઇ હતી.કેટલાક વીજપોલ ધરાશઇ થયા હતા.તંત્ર દ્વારા ભુગર્ભ ગટરો સાફ કરાઇ નાં હોય માત્ર અઢી ઇંચ વરસાદ માં જ રાજમાર્ગોપર જાણે નદી વહેતી હોય તેવા દ્ર્ષ્ય સર્જાયા હતા.
નાના મોટા ઉમવાડા,ગુંદાળા,અનીડા,ચરખડી,રિબડા પટ્ટી પર ધોધમાર વરસાદ પડ્યો છે.
ગોંડલ માં ગત બપોર નાં ધોધમાર વરસાદ વરસતા ભગવતપરા મેઈન રોડ નદીકાંઠે આવેલી દીવાલ ઘરીશય બની હતી.નગરપાલિકા દ્વારા રુ.75 લાખ નાં ખર્ચે દીવાલ બનાવાઇ હતી.આ સમયે એક પાલીકા સદસ્ય દ્વારા દીવાલ નાં બાંધકામ માં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ પણ કરાયો હતો.એક થી દોઢ કીમી.ની દીવાલ જમીનદોસ્ત થતા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા સહીત પદાધિકારીઓ દોડી ગયા હતા.
ટંકારા
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે. ધૂપ છાવ વચ્ચે વરસાદ પડ્યો છે. ટંકારામાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો જેને પગલે નાના તલાવડા નદી નાળામા નવા નિર આવ્યા હતા અને ખેતરો સમોણા પાણી નિકળી ગયા હતા.
ટંકારા મામલતદાર કચેરી ખાતે વરસાદ માપક યંત્રમાં ગઈ કાલના રાત્રે આઠ વાગ્યા સુધીમાં 109 મિમી વરસાદ નોંધાયો હતો આ સાથે સિઝનનો કુલ વરસાદ 156 એ આંબી ગયો છે બંગાવડી ડેમ અને રાજાવડ ડેમ ઉપર પણ 45 મિમી વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં અન્ય તાલુકામા ખાસો વરસાદ ન હોય ટંકારા વાસી ને વરસાદ મોકલવા ફોન રણકયા ખાસ કરીને મોરબી સિટી કાલે કોળું ધાકડ હતુ અને અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવતા નગરવાસી ને ટંકારા મેધરાજાની સટાસટી ના ખબર મળતા સગા સંબંધી મિત્રવર્તુળોને ટેલીફોનિક કરી આ બાજુ વાદળું મોકલવાની કોમેન્ટ કરતા ફોન રણકયા હતા.
ધોરાજી
ધોરાજી શહેરમાં તેમજ આજુબાજુ વિસ્તારોમાં મેઘરજાએ સાંજે ધમાકેદાર એન્ટ્રી કરતા અને ભારે સાથે વરસાદ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો હતો
ચોમાસાના પ્રારંભ સાથે પ્રથમ વખત આ રીતે ધોરાજીમાં સારો વરસાદનો પ્રારંભ થયો હતો?
લોકોમાં છેલ્લા ઘણા સમયથી ભારે ગરમીને હિસાબે ત્રાસી ગયા હતા પરંતુ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તા ઉપર પાણી વહી ગયું હતું એ પ્રકારે વરસાદ આવતા લોકોમાં રાહતની લાગણી અનુભવાય હતી
મોરબી
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરી હતી. ત્યારે મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં માળિયા તાલુકામાં 14 મિમી, મોરબી તાલુકામાં 1 મીમી, ટંકારા તાલુકામાં 109 મીમી, વાંકાનેર તાલુકામાં 31 મીમી અને હળવદ તાલુકામાં 25 મીમી વરસાદ નોંધાયો છે.
મોરબી સહિત રાજ્યમાં લોકો આંકરી ગરમીથી ઉકરી ઉઠ્યા હતા. ત્યારે હવે મેધરાજા મહેરબાન બન્યા છે. અને મોરબી જિલ્લામાં તમામ તાલુકા મથકમાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 6:00 વાગ્યા થી સાંજના 6:00 વાગ્યા સુધી માળિયા તાલુકામાં 14 મીમી, મોરબી તાલુકામાં 01 મીમી, ટંકારા તાલુકામાં સૌથી વધુ 109 મીમી, વાંકાનેર તાલુકામાં 31મીમી અને હળવદ તાલુકામાં 25મી સુધી વરસાદ નોંધાયો છે જેને કારણે રોડ અને રસ્તા પાણી પાણી થઈ જવા પામ્યા છે. નદી અને નાળામાં નવા નીરની આવક થવા પામી છે જેને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે.
વાંકાનેર
વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયેલ જનતાને થોડી રાહત આપતા મેઘરાજાએ ગઈકાલે સાંજે છએક વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે તોફશની ઈનીંગ શરૂ કરતા એક કલાકમા એક ઈંચ પડી ગયાનું જાણવા મળી રહ્યું છે. જયારે શહેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં આવેલ સત્સંગ હોલ વાળી શેરીમા રહેતા સંજયભાઈ ભીંડોરાના મકાનની છત પર ધડાકાભેર વિજળી પડતા મકાનની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને આસપાસનાં રહીશોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતુ. ઘરમાં રહેલ ઈલેકટ્રીક ઉપકરણોને ભારે નુકશાન પહોચ્યું હતુ સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.
નીકુંજ મહેતા,ધારી
ધારીના ગોવિંદપુરા, સુખપુર, દલખાણીયા, કાગસા સહિતના ગામોમાં મોડીરાતે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. અત્યારે સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ સર્જાયો છે.
દ્વારકાના ગાંડાતૂર દરિયાએ સહેલાણીઓને ઉલાળ્યા: અનેક ઘાયલ
દ્વારકા યાત્રાધામમાં હાલના વરસાદી માહોલમાં વરસાદની ભારે આગાહી હોય અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ સાથે શહેરના મોટા ભાગના દરિયા કાંઠાના વિસ્તારોમાં 20 થી 2પ ફૂટ જેટલા વિકરાળ મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું હોય આમ છતાં સંભવિત ખતરાથી અજાણ હોય તેમ સહેલાણીઓ ગોમતી ઘાટ પર મોજાઓમાં ભિંજાવાનો તથા ફોટો સેલ્ફી લેતા સતત જોવા મળી રહયા છે. જેમાં સહેલાણીઓના એક ગૃપ પર વિકરાળ મોજાની જોરદાર થપાટ લાગતાં બે થી ત્રણ જેટલા સહેલાણીઓ હતપ્રભ થવા સાથે ઘાયલ થઈ ગયા હતા. સ્થાનીય પત્રકાર અગ્રણી અનિલભાઈ લાલ દ્વારા તાત્કાલીક 108 ઈમરજન્સી સેવાને બોલાવી ઘાયલોને દ્વારકા સરકારી હોસ્પીટલે ખસેડયા હતા. આ તમામ ઘટના બનવા છતાં તંત્ર માત્ર ડેન્જર આત્મસંતોષ માનતા મૂક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળ્યું હતું.
ઉપલેટાના પાટણવાવમાં વીજળી પડતા બે બળદના મોત
કાલે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા બપોર બાદ ત્રણ વાગે ઉપલેટા પંથકમા તેમજ મોજ ડેમ સાઈડ ઉપર વરસાદ પડતા અર્ધાથી બે ઈંચ જેવો વરસાદ વરસી જતા શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા મોજ ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ હતી.
કાલે ઉપલેટા પંથકમાં બપોર બાદ વરસાદ વરસતા અર્ધાથી બે ઈંચ વરસાદ વરસ્યા હતા. જેમા ઉપલેટા શહેરમાં અર્ધા ઈંચ ભાયાવદરમાં દોઢ ઈંચ તલંગણામાં બે ઈંચ વરસાદ વરસી ગયા હતો વધુમાં પાટણવાવ ગામે બે ઈંચ વરસાદ પડતા સાથે વીજળી પડતા ખેડુતના બે બળદમાં મોત થયા છે. ઉપલેટા પંથકમાં ગઈકાલ,ે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પાનેલી,ભાયાવદર, કોલકી પટી લાઠ, મિયારા, મજેઠી, જેવા વિસ્તારોમાં વરસાદ નોધાયો હતો. જયારે ભાયાવદર પાસે આવેલ ખીરસરા અને ચિત્રાવડ વચ્ચે મોજ નદી ઉપર આવેલ કોઝવે તુટી જતા વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. તેમજ મોજ નદીબે કાંઠે વહી રહી હતી. જયારે મોજ ડેમમાં 5 ફૂટ નવાનીરની આવક થતા ડેમની કુલ સપાટી 26 ફૂટ પહોચી હતી.
લાલપુર-કાલાવડ-જામજોધપુરમાં એકથી દોઢ ઇંચ વરસાદ નદી-નાળા-ચેકડેમમાં નવા પાણીની આવક શરૂ
જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં આજે ફરીથી બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું, અને વધુ એક અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
કાલાવડ ટાઉનમાં બપોરે 4 વાગ્યા થી છ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે થી અઢી ઇંચ પાણી પડી ગયું હોવાના કારણે નદીનાળામાં પૂર આવ્યા છે.
આ ઉપરાંત લાલપુરમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું, અને એક ઇંચ વરસાદ પડી ગયો છે. તેમ જ હજુ પણ વરસાદી વાતાવરણ છે.જ્યારે જામજોધપુર ટાઉનમાં આજે બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક થી બે ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે કેટલાક તળાવ- ચેકડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.