રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું હતું. જે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે.

તો શુક્રવારથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 101 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકમાં મેઘમહેર: આજે સવારથી 33 તાલુકામાં વરસાદ જેમાં કચ્છના નખત્રાણા, માંડવી તેમજ જામનગર, ગીર-સોમનાથમાં ધીમીધારે વરસાદ શરૂ

મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.ઉપરાંત કચ્છના રાપરમાં 5 ઈંચ, નખત્રાણામાં 5 ઈંચ મોરબીના માળિયામાં 4 ઈંચ, ભુજમાં 4 ઈંચ, ટંકારામાં 4 ઈંચ, જામનગરમાં સાડા ત્રણ ઈંચ, હળવદમાં 3 ઈંચ, વાંકાનેરમાં 2 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, રાણાવાવમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યભરમાં વરસાદી માહોલની શક્યતા જો કે કાલથી વરસાદનું જોર ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના પગલે 34.52 ઈંચ સાથે સીઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. જુન અને જુલાઈ માસમાં મેઘરાજાએ તોફાની બટિંગ કરતા સરેરાશ 27 ઈંચ વરસાદ પડ્યો છે.

પરંતુ ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા આ વખતે સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થશે કે કેમ તેને લઈ સંકટના વાદળો દેખાતા હતા. જો કે  સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મહેરબાન થયા અને છેલ્લા પાંચ દિવસમાં જ સિઝનનો 15 ટકા વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ પણ આ વરસાદને કારણે રાહતનો શ્વાસ લીધો છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વખતે 24 દિવસ મોડો સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે.

રાજ્યના 104 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ 90 ઈંચ વરસાદ નોધાયો છે અને પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની ઘટ નહીંવત છે.

આજે 4 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આજે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.