છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 109 તાલુકાઓમાં વરસાદ: માણાવદરમાં સાડા ત્રણ, મેંદરડામાં સવા ઇંચ, વિસાવદરમાં 3 ઇંચ, સુત્રાપાડા, વંથલી, વેરાવળમાં ર ઇંચ વરસાદ
મેધરાજા વિરામ લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વરસાદની ત્રિપલ હેટ્રીક નોંધાઇ છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન
રાજયના 109 તાલુકાઓમાં વરસાદ પડયો છે. આજે અને આવતીકાલે હળવાથી મઘ્યમ વરસાદ પડશે દરમિયાન સોમવારથી ફરી મેધરાજાનું જોર વધશે રાજયમાં સિઝનનો પ0.41 ટકા વરસાદ વરસી ગયો છે. સતત વરસાદથી જગતાત મુશ્કેલીમાં મૂકાય ગયો છે. હવે ઇન્દ્રદેવને ખમૈયા કરવા વિનવી રહ્યા છે.આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના ર3 જિલ્લાના 109 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત પલસાણામાં 112 મીમી, વાપીમાં 89 મીમી, માણાવદરમાં 84 મીમી, વાગરામં 83 મીમી, મેંદરડામાં 81 મીમી, ગણદેવીમાં 81 મીમી, વિસાવરદમાં 78 મીમી, સુરતમાં 72 મીમી, કપરાડામાં 61 મીમી, પારડીમાં પપ મીમી, ભલકવાડામાં પ4 મીમી, ધોરાજીમા પ3 મીમી, સુત્રાપાડામાં પ3 મીમી, વંથલીમાં પ1 મીમી, ભરુચમાં પ0 મીમી, નવસારીમાં પ0 મીમી, વેરાવળમા 4પ મીમી, ભાવનગરમાં 43 મીમી, ભેંસાણમાં 43 મીમી, શિહોરમાં 4ર મીમી, અમરેલીમાં 41 મીમી, અને ચોર્યાસીમાં 41 મીમી વરસાદ પડયો હતો. જયારે અન્ય 85 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
આજે સવારથી રાજયના 31 તાલુકાઓમાં મેધકૃપા વરસી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું જોર જોવા મળી રહ્યું છે. બારડોલીમાં સવા ઇંચ, માંડવી અને કામરેજમાં એક એક ઇંચ વરસાદ વરસી ગયો છે.અડધો જુલાઇ માસ પણ વિત્યો નથી ત્યાં ગુજરાતમાં પ0 .41 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 112.07 ટકા વરસાદ પડયો છે. ઉતર ગુજરાતમાં પ0.74 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 36.45 ટકા, સૌરાષ્ટ્રમાં 68.45 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 41.44 ટકા વરસાદ પડી ગયો છે.
ન્યારી-1 ડેમ ઓવરફલો થવામાં માત્ર બે ફુટ જ છેટુ
ડેમમાં નવું 0.26 ફુટ પાણી આવતા સપાટી 23.10 ફુટે પહોંચી
સૌરાષ્ટ્રમાં છેલ્લા રર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં જળ વૈભવ સતત વધી રહ્યો છે. જો કે છેલ્લા ચારેય દિવસથી વરસાદનું જોર ઘટયું છે. જેના કારણે ડેમમાં પાણીની આવક પણ ઓછી થવા પામી છે. છલકાતા નદી નાળાના કારણે પાણીની નજીવી આવક થવા
પામી છે. રાજકોટની જળ જરુરીયાત સંતોષતા ન્યારી-1 ડેમની સપાટી 23.10 ફુટે પહોંચી જવા પામી છે. હવે ન્યારી-1 ડેમ ઓવર ફલો થવામા માત્ર બે ફુટ બાકી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન ન્યારી-1 ડેમમાં નવું 0.26 ફુટ પાણીની આવક થવા પામી છે. 25.10 ફુટે ઓવરફલો થતા ન્યારી-1 ડેમની સપાટી 23.10 ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ 10.56 એમ.સી. એફ.ટી. પાણી સંગ્રહિત છે. આજી-3 ડેમમાં 0.23 ફુટ, મચ્છુ-1 ડેમમાં 0.39 ફુટ, સસોઇ ડેમમાં 0.66 ફુટ, વઢવાણ ભોગાવો-ર (ધોળીધજા)માં 0.10 ફુટ, વાંસલમાં 0.66 ફુટ, અને સોરઠી ડેમમાં નવું 0.52 ફુટ પાણીની આવક થવા પામી છે.
સોમવારથી વરસાદનું જોર વધશે
રાજ્યમાં છેલ્લા 21 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે અને આવતીકાલે પણ અલગ-અલગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, દ્વારકા અને કચ્છમાં જ્યારે આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવારથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આજે સવારથી દક્ષિણના જિલ્લાઓમાં મેઘકૃપા વરસી રહી છે.