વડીયામાં છેલ્લા કેટલાય સમય થિ કાગડોળે વરસાદની વાત જોવાઇ રહી હતી લોકોએ કોરામાં વાવેતર કરી દેતા ચિંતાના વાદળો મંડાઈ રહયા હતા
ત્યારે આજે સવારે થીજ વાતાવરણમાં પલ્ટો આવતા અને અસહ્ય બફારો થતા અંતે ૧૨ કલાક થી ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયેલ ત્યારે ખેડૂતોએ કરેલી મહેનત અને વાવેલ બિયારણ નિષફળ જવાની શક્યતાઓ થી રાહત અનુભવી અને મોલાતમાં નવો જીવ પુરાઈ ગયો જોકે વરસાદ ૩૪ મિમી પસ્યો છે પણ વરસાદની વચ્ચે વડિયા પીજીવીસીએલ ની પ્રીમોન્શન કામગીરીના ધજાગરા ઉડયા માત્ર હળવા વરસાદ થી વીજળી ગુલ થઈ જાય છે પીજીવીસીએલના મોટામોટા પ્રીમોન્શન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે