Abtak Media Google News
  • રૂમઝૂમ… રૂમઝૂમ… મેઘરાજાની ગુજરાતમાં પધરામણી કેવી રીતે થશે
  • ગુજરાતમાં વાપીથી 15 જુનથી ચોમાસાનું આગમન થઈ 30 જૂન સુધી કચ્છ પહોંચે તેવી શકયતા

દેશમાં મેઘરાજા સમયસર પધાર્યા છે. ઉપરાંત આ ચોમાસામાં 108 ટકા જેટલો વરસાદ થવાની શકયતા છે. એટલે આ વખતે ચોમાસુ અર્થતંત્રને ટનાટન બનાવી દેશે. બીજી તરફ ગુજરાતમાં વાપીથી 15 જુનથી ચોમાસાનું આગમન થઈ 30 જૂન સુધી કચ્છ પહોંચે તેવી શકયતા સેવાઈ રહી છે.

ચોમાસું દેશના બે દિવસ વહેલું પહોંચ્યું છે. કેરળમાં 30મીએ સતાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે ઉતરપૂર્વીય રાજ્યોમાં કેરળની સાથે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે.

ચોમાસું હવે ઉત્તર તરફ આગળ વધશે એટલે દેશમાં કાળઝાળ ગરમીમાંથી ધીમે ધીમે રાહત મળવાની આશા છે. ચોમાસુ 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લેવાનું છે. ગુજરાતની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં 15 જુનથી ચોમાસાનું આગમન થવાનું છે ચોમાસુ વાપીથી ગુજરાતમાં પ્રવેશસે. આખા ગુજરાતમાં છેલ્લે 30 જૂન સુધીમાં ચોમાસુ પ્રવેશી ગયું હશે.

ભારતનું અર્થતંત્ર આજે પણ ચોમાસા ઉપર નિર્ભર

ભારતનું અર્થતંત્ર આજે પણ ચોમાસા ઉપર નિર્ભર છે. દેશનો મોટાભાગનો વર્ગ ખેતી ઉપર નિર્ભર છે. જેના ઉપર ચોમાસાની સીધી અસર થવાની છે. ચોમાસા દરમિયાન સારો વરસાદ ખરીફ પાકોના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જેના કારણે મોંઘવારીને અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે.  જો ફુગાવો ઘટશે તો સમગ્ર અર્થતંત્રને તેનો ફાયદો થશે.  એકંદરે એમ કહી શકાય કે ચોમાસું એ ભારતીય ખેતીની જીવાદોરી છે.  એક અંદાજ મુજબ, 2 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ચોમાસા પર નિર્ભર છે અને ઓછામાં ઓછી 50 ટકા ખેતીનું પાણી વરસાદ દ્વારા મળે છે.  લગભગ 800 મિલિયન લોકો ગામડાઓમાં રહે છે અને ખેતી પર નિર્ભર છે, જે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનના 14 ટકા હિસ્સો ધરાવે છે.  જો ચોમાસું નિષ્ફળ જશે તો દેશના વિકાસ અને અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડશે.  સામાન્ય કરતાં વધુ ચોમાસું કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક બંનેમાં વધારો કરે છે, જેનાથી ગ્રામીણ બજારોમાં ઉત્પાદનોની માંગમાં વધારો થાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.