ગુજરાતભરમાં ભારે વરસાદનાં માહોલ વચ્ચે ગોંડલ પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગોંડલમાં શૈક્ષણીકકાર્ય બંધ રાખવાનો આદેશો જાહેર કર્યા છે.
ગોડલ શહેર તેમજ ગુજરાતમાં ભારે વરસાદ ને પગલે સ્કુલ શાળા માં વિદ્યાર્થીઓને રજા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા શહેરમાં ભરાતાં પાણી ના લીધે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો. જયારે અમુક રોડ રસ્તા માં બાઈક ચાલકો સ્લીપ થઇ પડી જવાને કારણે સામાન્ય ઈજાઓ થવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો વિકાસ ની દોડમાં પાણી ભરાતા નિકાલમાં અડચણ ઉભી થવા પામી આશાપુરા અંડર બ્રીજ કે.વી.રોડ લાલપૂલ તેમજ ઉમવાડા અંદર બ્રીજ માં ભરાતા પાણી ની સમસ્યાથી શહેરીજનો થયા ત્રાહીમામ દર ચોમાસે એક માત્ર ગુદાળા રોડ ઉપર ટ્રાફિક ઉપરોક્ત બન્ને બ્રીજ બન્યા માથાના દુખાવા સમાન તંત્ર દ્વારા યોગ્ય કરી ધટતુ કરવા ઉઠતી માંગ
ગોંડલમાં અઢી ઇંચ વરસાદ
ગોંડલ મા દિવસભર ના મેઘાવી માહોલ વચ્ચે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.ભારે અને હળવા જાપટા રુપે દિવસભર વરસાદ વરસ્યો હોય ટાઢોળુ છવાયુ હતુ. રાત્રી ના પણ મેઘવર્ષા ચાલુ રહેતા સવાર સુધી માં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ભરાયા હતા.નીચાણ વાળા વિસ્તારો મા પણ પાણી ભરાય હતા.ઉપરવાસ ના વરસાદ થી વેરી તળાવ, આશાપુરા ડેમ તથા સેતુ બંધ મા નવા નીર આવ્યા હતા.આ જળાશયો ઓવરફલો થવા ની તૈયારી માં હોય તંત્ર દ્વારા તકેદારી ના પગલા લેવાયા છે.