વીજળીના કડાકા-ભડાકા સાથે ગુરુવારે રાજકોટમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ: શહેરમાં ૩થી વધુ સ્ળોએ પાણી ભરાયા ૧૨ સ્ળોએ વૃક્ષો ધરાશાયી: પ્રથમ વરસાદથી રાજકોટવાસીઓના હૈયા પુલકીત
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના સત્તાવાર આરંભને હજી દસેક દિવસનો સમયગાળો બાકી છે. પ્રિ-મોન્સુન એકટીવીટીના ભાગ‚પે ગઈકાલે સમીસાંજે રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર આગમન યું હતું. દોઢ કલાકમાં દે ધનાધન ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરમાં સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આફતને પણ અવસરમાં પલ્ટાવી આનંદ ઉઠાવવાની રાજકોટવાસીઓની આદત ગઈકાલે વધુ એક વખત ચરિર્તા ઈ હતી. વીજળીના કડાકા-ભડાકા સો એક તરફ આકાશમાંી વ‚ણદેવ હેત વર્સાવી રહ્યાં હતા. તો બીજી તરફ વીજળી વેરળ બનતા અંધારપટ્ટ વચ્ચે પણ શહેરીજનોએ પ્રથમ વરસાદમાં ન્હાવાનો અલ્હાદક આનંદ ઉઠાવ્યો હતો. આજે પણ બપોર પછી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ગુ‚વારે સવારી અસહ્ય ઉકળાટ બાદ બપોરે સૂર્ય નારાયણ જાણે કાળઝાળ બની આકાશમાંી અગનવર્ષા કરી રહ્યાં હોય તેવી અંગ દઝાડતી ગરમી બાદ સાંજે ૭:૩૦ કલાકે શહેરમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ યું હતું અને જોતજોતામાં મેઘરાજાએ હેત વરસાવવાનું શ‚ કરી દીધું હતું. વાવાઝોડા સો શહેરમાં ખાબકેલા વરસાદના કારણે ૮૦ ટકાી વધુ વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. ભયનું લખલખુ પ્રસરી જાય તેવા વીજળીના કડાકા-ભડાકા સો શહેરમાં દોઢ કલાકના સમયમાં સાંબેલાધારે ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો.
સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ૭૬ મી.મી. જયારે ઈસ્ટઝોન વિસ્તારમાં ૪૯ મીમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વાવાઝોડા સો પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરમાં વિજય પ્લોટ, સહકારનગર મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિ. રોડ, ઢેબર રોડ સાઉ, અમીન માર્ગ, હરીધવા રોડ, સૌ.કલા કેન્દ્ર, નાના મવા રોડ, એસ્ટ્રોન સોસાયટી અને શક્તિનગર મેઈન રોડ સહિત અલગ બાર સ્ળોએ વૃક્ષો ધરાશાયી ઈ ગયા હતા. જયારે ૩૦ી વધુ સ્ળોએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ મહાપાલિકાના કંટ્રોલ‚મ પર નોંધાઈ છે. મહિલા કોલેજ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સિટી બસ ફસાઈ ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના કાફલાએ સિટી બસના તમામ મુસાફરોને સહિસલામત બહાર કાઢી લીધા હતા.
શહેરમાં શરૂઆતમાં વરસાદનું જોર મવડી સહિત ન્યુ રાજકોટમાં વધુ જોવા મળ્યું હતું. પછી વ‚ણદેવે સેન્ટ્રલ ઝોન એટલે કે જુના રાજકોટમાં હેત વર્સાવવાનું શ‚ કર્યું હતું. વર્ષોની વણલખી પરંપરા મુજબ વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનની સરખામણીએ ઈસ્ટઝોનમાં ઓછો વરસાદ પડયો હતો. હવામાન વિભાગનું સૂત્રોના જણાવ્યાનુસાર નૈઋત્યનું ચોમાસુ બેસવાને હજુ દસેક દિવસની વાર છે પરંતુ પ્રિ-મોન્સુન એકટીવીટીના ભાગ‚પે સીબી કલાઉડ રચાતા વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન આકરા તાપમાં શેકાયા બાદ રાત્રે મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા રાજકોટવાસીઓને કાળઝાળ ગરમીમાથી મુક્તિ મળી હતી. જો કે, આજે સવારી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા અસહ્ય ઉકળાટનો અહેસાસ ઈ રહ્યો છે.