• સૌથી વધુ વલસાડના પારડીમાં 8 ઈંચ
  • વાપીમાં 5 ઈંચ, વાંસદામાં 2.2 ઈંચ, મોરવા (હડફ) અને ડોલવણમાં 1.7 ઈંચ

Rain update: નવા અઠવાડિયાની સાથે જ મેઘરાજાની સવારી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પહોંચી છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં પણ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.8 ઈંચ નોંધાયો હતો. તેમજ 19 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકના નોંધાયેલા આંકડાઓ

પારડીમાં 4.8 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ, વાંસદામાં 2.2 ઈંચ, મોરવા (હડફ)માં 1.7 ઈંચ, ડોલવણમાં 1.7 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, વ્યારામાં 1.4 ઈંચ, ગોધરામાં 1.3 ઈંચ, વડોદરામાં 1.3 ઈંચ, શહેરામાં 1.25 ઈંચ, કપરાડામાં 1.1 ઈંચ, છોટા ઉદેપુરમાં 1.1 ઈંચ અને ક્વાંટમાં 1 ઈંચ વરસાદ હાલ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ આજની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલ આગાહી મુજબ સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.