કાલાવડમાં ૧૬, દ્વારકા ૧૦, જામનગર ૧૦, લાલપુર ૯, જોડીયા ૮, ધ્રોલ ૮, ભચાઉ ૭, અને સુત્રાપાડામાં ૪ ઇંચ વરસાદ
મેઘરાજા મન મુકી વરસતા જળબંબાકાર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તંત્ર એલર્ટ
પડધરીના મોટા ખીજડીયાની ગૌશાળાની ૪૦ જેટલી ગાય પુરમાં તણાઇ: છેલ્લી ઘોડીની મહિલાનું ત્રણ સંતાન સાથે રેસ્યુ
અષાઢવદના પ્રારંભ સાથે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ગઇકાલે સમગ૩ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જળબંબાકાર થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં વેલમાકર્ડ લો પ્રેસર સર્જાતા ધોધમાર વરસાદ સાથે સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી-૨ છલોછલ ભરાતા પડધરી તાલુકાના રહીશોને નદીના પટમાં અવર જવર કરવા ન કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે. ખંભાળીયામાં બીજા દિવસે સાડા નવ ઇંચ વરસાદ પડયો છે. છેલ્લા બે દિવસમાં ખંભાળીયામાં ૩૦ ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજા દિવસે પણ મેઘો મહેરબાન રહ્યો છે. આજે સવારથી જ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા બે દિવસથી વરસતા ભારે વરસાદના કારણે નથુ વડલા ગામે નદીમાં આવેલા ઘોડાપુરમાં તણાતી બે વ્યક્તિઓને એનડીઆરની ટીમે રેસ્યુ ઓપરેઓશન કરી બચાવી લીધા છે. પડધરી પંથકમાં ભારે વરસાદના કારણે મોટા ખીજડીયા ગામે ડોંડી નદીમાં આવેલા ઘોડાપુરમાં એક છકડો રિક્ષા તણાતી તંત્ર દ્વારા બચાવવામાં આવી છે. જ્યારે મોટા ખીજડીયા ગામની ગૌશાળામાં રહેલા ૪૦ જેટલા પશુ તણાતા મામલતદાર, ડીડીઓ અને પીએસઆઇ સહિતનો સ્ટાફ મોટા ખીજડીયા દોડી ગયા છે.
રંગપર પાસેના ન્યારી અને આજી-૨ ડેમ ગઇકાલે જ ઓવરફલો થયા બાદ ખોડાપીપર પાસેના આજી-૩ ડેમના ૧૫ પાટીયા ખોલી નાખવામાં આવ્યા હોવાથી અડબાલકા, દહીસરા, બાઘી, ગઢકા, ડુંગરકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર અને સરપડદ સહિતના વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં અવજ જવર કરવા તંત્ર દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે. લોધિકા પંથકમાં પડેલા ભારે વરસાદથી નવા પીપળીયાના ડેમનું પાણી રોજીયા ગામે ફરીવળતા નીચાણવાળા વિસ્તારોના અનેક રહીશોને એલર્ટ કરી સ્થળાંતર કરવામાં આવ્યા છે. છેલ્લી ઘોડી ગામની પ્રાથમિક શાળામાં આશરો લઇને રહેતી માનસિક અસ્થિર ત્રણ સંતાનની માતાને ગામજનોએ મદદ કરી હતી. પડધરી માલમતદાર ભાવનાબેન વરસતા વરસાદમાં ખડે પગે રહ્યા હતા અને બચાવ કામગીરી કરાવી હતી.
જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કાલાવડમાં ૧૬, જામનગર શહેરમાં ૯, જામજોધપુર ૪, ભાણવડ ૪,લાલપુરમાં ૮.૫૦, ધ્રોલમાં ૮, જોડીયા ૭.૫૦, જામજોધપુર ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા ૮.૫૦, પડધરીમાં ૮.૫૦, ક્ચ્છના ભચાઉ ૭, ભૂજ ૩.૫૦, મુંદ્રા ૩.૫૦, ગાંધીધામમાં ૪.૫૦, ટંકારા ૪, સુત્રાપાડા ૪, વેરાવળ ૩.૫૦, જામકંડરોણામાં ૩.૫૦, માળીયા મીયાણા ૩, રાણાવાવ ૨.૫૦, માણાવદર ૨.૫૦, માંગરોળ ૨.૫૦, ગીર ગઢડા ૨.૫૦, જાફરાબાદ ૨.૫૦, હળવદમાં ૨.૨૫. કુતિયાણા ૨.૨૫, કેશોદ ૨, તાલાલા ૨, ચોટીલા ૨, માળીયા ૨, પોરબંદર ૧.૭૫, વાંકાનેર ૧.૭૫, વંથલી ૧.૭૫, વિસાવદર ૧.૫૦, મુળી ૧.૫૦, લખતર ૧.૫૦, કોટડા સાંગાણી ૧, ભેસાણ ૧, જસદણ ૧, સાયલા ૧, કલ્યાણપુર ૧, સાવરકુંડલા ૧, જેતપુરમાં ૧, ઉના ૧, જૂનાગઢ ૧, ધોરાજી ૧, ઉપલેટા પોણો ઇંચ, વરસાદ પડયો છે.
ખંભાળીયામાં જળપ્રલય: ચાર કલાકમાં વધુ ૫ ઈંચ વરસાદ
બે દિવસમાં ૩૫ ઈંચ વરસાદ નોંધાયો
ખંભાળીયા પંથકમાં મેઘરાજાએ સતત અઢી દિવસથી અવિરત મુકામ કરવાથી લોકોના દિલ દિમાંગના બહાર આવી છે. ગઈકાલ સોમવારે ૧૯ ઈંચ વરસાદ થયા બાદ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન વધુ ૨૩૫ મીમી નવ ઈંચ જેટલો વરસાદ પડયા છે. આ મુજબ છેલ્લા બે દિવસ દરમ્યાન ખંભાળીયામાં ૨૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સોમવારે સવરે નવ વાગ્યાથી મંગળવારે સવારે ૯ વાગ્યા સુધી ગાજ કે વિજ વગર મધ્યમ તથા ભારે ગતિથી અવિરત વરસાદ વરસતા ખંભાળીયામાં બારે મેઘ ખાંગા થઈ રહ્યા છે. આમ છતા કોઈ સ્થળે જાનહાની કે આપતિ જનક બનાવ બનેલ નથી ખંભાળીયા ઉપરાંત જામનગરના દાતા સિંહણ, માઢા, વાડીનાર, ભમણા તથા દ્વારકા તરફના વિરમદડ, વડવા, પોરબંદર તરફના વિંઝતપુર નોંધપાત્ર છતા કોઈ જાનહાની વગર વરસાદ વરસ્યો હતો. ડેમો ઓવરફલો થવાની શકયતા નકારી શકાતી નથી.