રાજ્યમાં સવારી ૫૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૧ તાલુકાઓમાં વરસાદ: કવાંટ, મેઘરજ, બોડેલી, માલપુરમાં ૪ ઈંચ, વાંકાનેરમાં ૨ ઈંચ ખાબકયો
ગઈકાલે અષાઢી બીજના પાવન દિવસે રાજ્યના ૨૪ જિલ્લાના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. આજે સવારી પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. સુરત અને બાલાસિહોરમાં ૨ કલાકમાં સાંબેલાધારે ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી ઈ ગયું હતું. સવારી રાજ્યના ૫૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા માત્ર ડહોળ કરી રહ્યાં છે. સાર્વત્રીક વરસાદની આવશ્યકતા અને આશા વચ્ચે માત્ર છુટી છવાઈ કૃપા વરસી રહી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૪ જિલ્લાના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ૧૧૧ મીમી પડયો છે. આ ઉપરાંત અરવલ્લીના મેઘરજમાં ૯૬ મીમી, છોટાઉદેપુરના બોડેલીમાં ૯૫ મીમી, અરવલ્લીના માલપુરમાં ૯૧ મીમી, પંચમહાલના હાલોલમાં ૮૪ મીમી, જાંબુખેડામાં ૫૭ મીમી, નવસારીની ચીખલીમાં ૬૦ મીમી, તાપીના સોનગઢમાં ૫૫ મીમી, દાહોદમાં ૫૪ મીમી, ઉંછાલમાં ૫૩ મીમી, ઉમરેઠમાં ૫૧ મીમી, ઘોંઘાબામાં ૪૭, વાંસવાદામાં ૩૯, ધરમપુરમાં ૩૯ મીમી, ગોધરામાં ૩૮ મીમી, કુંકરમુંડામાં ૩૮ મીમી, ગઙણદેવીમાં ૩૮ મીમી, વિરપુરમાં ૩૬ મીમી, દેવગઢ બારૈયામાં ૩૩ મીમી, લુણાવાડામાં ૩૨ મીમી, નસવાડીમાં ૩૧ મીમી, લીમખેડામાં ૩૧ મીમી, ડોલવણ, વઘઈ, સહેરા, ગુરુડેશ્ર્વર, છોટાઉધેપુર, વાલોર, કપરાડા, સિહોર, વઘાડીયા, ઉંઝા અને મોડાસામાં ૧-૧ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.ગઈકાલે રાજ્યના ૧૨૧ જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ૪॥ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારી દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સવારે ૬ થી ૮ સુધીના બે કલાકના સમયગાળામાં સુરત, બાલાસિહોરમાં ૨ ઈંચ, કાંમરેજ, ઉમરપાડામાં ૧॥ ઈંચ, ચીખલીમાં ૧ ઈંચ, ગલતેશ્ર્વર, નાડોદરા, વલીયા, માલપુર, ઘોઘાંબા, ડેડીયાપાડા, માંગરોળમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વેલમાર્ક લો-પ્રેસરમાં ફેરવાઈ નબળુ પડયું: ગુજરાતમાં માત્ર છુટા છવાયા હળવા વરસાદની સંભાવના
મધ્યપ્રદેશમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેસર નબળુ પડી લો-પ્રેસરમાં પરિવર્તીત ઈ ગયું છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની સંભાવના નહીંવત વા પામી છે. આ લો-પ્રેસર ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જવાના કારણે હવે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પૂર્વ રાજસન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લો-પ્રેસરની અસરના કારણે હળવાી મધ્યમ વરસાદની સંભાનવા આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેસર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના ઉભી વા પામી હતી. જો કે, આ વેલમાર્ક હવે લો-પ્રેસરમાં પરિવર્તીત ઈ ગયું છે અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ તરફ ફંટાઈ ગયું છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની પૂરી સંભાવના ની. છુટો છવાયો વરસાદ પડશે અને દ.ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શકયતા હાલ જણાય રહી છે.