છેલ્લા 24 કલાકમાં 3ર જિલ્લાના 161 તાલુકામાં હળવા ઝાપટાથી અઢી ઇંચ સુધી વરસાદ: રાજયમાં સીઝનનો 78.44 ટકા પાણી પડી ગયું

આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટમા સવારથી મેધાવી માહોલ છવાયો છે.

રિમઝીમ વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોને જમાવડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ એક રસ છ. મેધરાજા આજે પણ હેત વરસાવે તેવી સંભાવના જણાય રહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા સવા મહિનાથી એકધારો વરસાદ વરસી રહ્યો હોય હવે લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે. રાજયમં 78.44 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 3ર જિલ્લાના 161 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દરમિયાન સવારથી ર9 તાલુકામાં મેઘકૃપા વરસી રહી છે. ગઇકાલે સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના બાલા સિનોરામાં 61 મીમી પડયો હતો આ  ઉપરાંત ગણદેવીમાં 36 મીમી મોરવાહરફમાં 34 મીમી, વિરપુરમાં 33 મીમી, ખેરગામમાં ર9 મીમી, વઘઇમાં ર9 મીમી, કપડવંજમાં ર9 મીમી, કપરાડામાં ર8 મીમી, માલપુરામાં ર6 મીમી, શહેરોમાં ર6 મીમી, વલસાડમાં ર5 મીમી, મહુવામાં રપ મીમી, સંતરામપુરમાં ર4 મીમી, ધરમપુરમાં ર3 મીમી, સંજેલીમાં ર3 મીમી, સોનગઢમાં રર મીમી, ચિખલીમાં ર0 મીમી, ડાંગમાં ર0 મીમી, નવસારીમાં 19 મીમી, અને માંડવીમાં 19 મીમી વરસાદ પડયો હતો. છેલ્લા 161 તાલુકામાં વરસાદ પડયો હતો. આજે સવારથી રાજયના ર9 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.

આજે સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મચ્છરિયા વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે. આગામી ચાર દિવસ સુધી રાજયભરમાં મઘ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજયમાં આજ સુધીમાં ચોમાસાની સિઝનનો 78.44 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 135.72 ટકા વરસાદ પડયો છે. જયારે પૂર્વ મઘ્ય ગુજરાતમાં સૌથી ઓછો 61.73 ટકા, ઉતર ગુજરાતમાં 65.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.40 ટકા અને સૌરાષ્ટ્રમાં 108.91 ટકા વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 67.70 ટકા, રાજકોટ જીલ્લામાં 114.29 ટકા, મોરબી જીલ્લામાં 74.45 ટકા, જામનગર જિલ્લામાં 111.06 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 109.63 ટકા, પોરબંદર જિલ્લામાં 98.85 ટકા, પોરબંદર જિલ્લામાં 98.85 ટકા, જુનાગઢ જિલ્લામાં 151.83 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 129.61 ટકા, અમરેલી જીલ્લામાં 88.45 ટકા, ભાવનગર જીલ્લામાં 10.334 ટકા, અને બોટાદ જીલ્લામાં 108.91 ટકા વરસાદ પડયો છે.સતત સવા મહિનાથી અવિતરત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો છલકાય ગયા છે. ભાદર ડેમ સતત ચોક સપ્તાહથી સતત ઓવર ફલો થઇ રહ્યો છે. ડેમનો 1 દરવાજો હજી ખુલ્લો રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે. અનેક જળાશયોના દરવાજા ખુલ્લા છે જયારે અનેક ડેમ ઓવરફલો થઇ રહ્યો છે.

રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહીકરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં  ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે તો ક્યાય હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ વર્તાઈ રહ્ય છે. આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

બીજી બાજુ આજે દાહોદ,મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. તે જ રીતે 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડશે.વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.