Abtak Media Google News

સવારથી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં મેઘ મહેર: ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઈંચ, બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસાદ: કચ્છ, રાજકોટ અને વલસાડમાં એનડીઆરએફની ટિમ તૈનાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે બોટાદના રાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.બીજી બાજુ નવસારીના ચીખલી તાલુકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય તાલુકાઓમાં પારડી, ચુડા, કવાંટ, ઓલપાડ, બોટાદ, વાપીમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આજે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને, એનડીઆરએફની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતા છે. સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે. અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ના તમામ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40/45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.