રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, અમરેલી અને ગીર-સોમનામાં ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા: વાતાવરણમાં ઠંડક
મેઘરાજા અધરાધાર હેત વરસાવે તેવી સૌરાષ્ટ્રવાસીઓને આસ વચ્ચે આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ સર્જાયો છે. ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સૌરાષ્ટ્રમાં હળવાી લઈ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
ગઈકાલે રવિવારે શહેરમાં દિવસભર વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું. શ્રાવણના સરવડાની માફક અષાઢના અંતિમ દિવસોમાં મેઘરાજા હાઉકલી કરીને જતા રહેતા હોય લોકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો હજુ એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ પડયો ની. આજે વહેલી સવારે રાજકોટમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયું હતું. સવારે ૮ કલાકી ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં હોય. શહેરમાં બરાબરનો મેઘાવી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને વાતાવરણ એકરસ છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, મેઘરાજા ગમે ત્યારે મન મુકીને તૂટી પડશે.
રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમના, જામનગર, અમરેલી, મોરબી અને પોરબંદરમાં સવારી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં પણ હળવું ઝાપટુ પડી ગયું હતું. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. આજે સવારે ૬ ી ૮ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના ૪૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર-સોમના જિલ્લાના તાલાલામાં, જામનગર જિલ્લાના ધ્રોલમાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા અને ખાંભામાં, મોરબી જિલ્લાના માળીયા મિયાણા અને મોરબી શહેરમાં, રાજકોટ જિલ્લાના વિંછીયા અને રાજકોટ શહેરમાં, જામનગરના જોડીયામાં અને પોરબંદરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વલસાડ, બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ, ડાંગ, પાટણ, ગાંધીનગર, નર્મદા, નવસારી, છોટાઉદેપુર, મહિસાગર, તાપી, અમદાવાદ, દાહોદ, પંચમહાલમાં સવારી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ રાજકોટમાં ધીમીધારે વરસાદ ચાલુ છે.
ભાદર સહિતના ૭ જળાશયોમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં ગઈકાલે રવિવારે
હળવા ઝાપટાી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડયો હતો જેના કારણે ૭ જળાશયોમાં પાણીની આવક વા
પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું ૦.૦૭ ફૂટ પાણી આવતા
ડેમની સપાટી ૧૨.૬૦ ફૂટે પહોંચી જવા પામી છે. આજી-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ,
ડેમમાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લાના
મચ્છુ-૧ ડેમમાં ૦.૬૬ ફૂટ, મચ્છુ-૨માં ૦.૨૯ ફૂટ, બ્રાહ્મણી ડેમમાં ૦.૨૩ ફૂટ તા સુરેન્દ્રનગર જિલ્લાના
વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં અડધો પૂટ પાણીની આવક વા પામી છે.