જિલ્લાના તમામ 11તાલુકામાં અનરાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી

અમરલા જિલ્લામા વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ 8 ઈંચ જેટલો બગસરા પંથકમાં વરસ્યો હતો. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયા ખાતે છેલ્લા બે દિવસથી બપોર બાદ વરસાદની જોરદાર પધરામણી થઈ રહી છે તેમાં આજે લગભગ ગત મધ્યરાત્રીના ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને બપોર સુધીમાં લગભગ 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને તેના કારણે ગામડાઓમાં નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા. આ પંથકની સુરવો નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી અને તેમાં 13.5 ફુટ નવા નીરની આવક નોંધાઈ હતી. આ સાથે વડીયા વિસ્તારનો જીવાદોરી સમાન સુરવો ડેમ 80 ટકા જેટલો ભરાઈ જતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

સુરવો ડેમ હાલમાં સપાટીથી માત્ર દોઢ ફુટ જ બાકી રહ્યો હોય તેવું જાણવા મળ્યુ હતું. તેમજ વધુ વિગત એવી પણ પ્રાપ્ત થઈ રહી છે કે, સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં ડીઝાઈન સ્ટોરેજના 80 ટકા કરતાં વધુ પાણીનો સંગ્રહ થયેલ હોય જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે ગમે તે સમયે દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ બાબતની અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને નાળાઓને જળ પ્લાવિત કરી મુક્યા હતા. જીલ્લાની સાથી મોટી શેત્રુંજી નદી બે કાઠે વહેવા લાગી છે.

આ સાથે જ અમરેલી જિલ્લાના બગસરામાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવો ચાલુ થઈ ગયો હતો અને આજ સાંજ સુધીમાં લગભગ 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બગસરાના નિચાણવાળા વિસ્તારો જેવા કે, શાક માર્કેટ સ્ટેશન રોડ, કુંકાવાવ નાકા, એસટી રોડ, જેવા વિસ્તારો છલોછલ થઈ ગયા હતા. બગસરાના મુંજીયાસર ડેમમાં 5.5 ફૂટ નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત ધારી પંથક પણ વહેલી સવારથી વરસાદ હતો તેના કારણે શેત્રુંજી ડેમમ પાણીની ધીંગી આવક શરૂ થઈ ગઈ હતી. અને 15 ફૂટ નવા નીરની આવક થઈ હતી જેથી હાલમાં ખોડીયાર ડેમની જળસપાટી 67 ફૂટે પહોચી હતી.

જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામડાઓ જેવા કે, ડુંગર, કુંભારીયા, દેવકા, વિકટ2, હિંડોરણા, જુની માંડરણી, ધારેશ્વર, વાવડી, આગરીયા વગેરે ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જાફરાબાદ પંથકના શીયાળબેટ, નાગેશ્રી, મીઠાપુર, લોઠપુર, દુધાળા, ચૌત્રા સહિતના ગામોમાં છોતરા કાઢતો વરસાદ વરસી ગયો હતો. રાજુલા જાફરાબાદ પંથકમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, બપોરે 12:45 થી 4:45 દરમ્યાન લગભગ કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ રાજુલામાં પડી ગયો હતો. નીચલી બજારમાં દુકાનોમાં પાણી અંદર ઘૂસી જાય તેવી શક્યતા ઉભી થઈ ગઈ હતી…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.