મેઘરાજાનો પુછડીયો પ્રહાર
તળાજામાં ૩ ઈંચ, વઢવાણ, લોધિકા, હળવદ, ભાણવડ, ઉનામાં ૨॥ ઈંચ, મુળી, મોરબી, લાલપુર, ખંભાળીયા, ભેંસાણ, કેશોદ, સુત્રાપાડા અને ગઢડામાં ૨ ઈંચ વરસાદ: સવારી ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમના, અમરેલી, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદ
નવરાત્રીમાં પણ મેઘરાજાનું વિઘ્ન નડે તેવી પ્રબળ સંભાવના: સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક ૧૨૯.૬૨ ટકા વરસાદ
સવારે બે કલાકમાં રાજુલામાં બે ઇંચ,ખાંભામાં દોઢ ઇંચ, ભાવનગર, લખતર,પાલીતાણા, તળાજામાં એક ઇંચ વરસાદ
શ્રાવણ માસમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ પણ મેઘરાજા પોરો ખાવાનું નામ લેતા નથી. મેઘાએ જાણે પુછડીયો પ્રહાર કર્યો હોય તેમ ગઈકાલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ અનરાધાર ૪॥ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આગામી સોમવાર સુધી હજુ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગણેશ મહોત્સવની માફક નવરાત્રીના તહેવારોમાં પણ મેઘરાજાનું વિઘ્ન નડે તેવી સંભાવના જણાય રહી છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક ૧૨૯.૬૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
રાજ્યમાં જાણે ચોમાસુ ફરી સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયુ છે. ચાલુ સાલ મેઘરાજાએ રાજ્યમાં છેલ્લા છ વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે. ૨૦૧૩માં રાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ પડયો હતો. દરમિયાન આજ સુધીમાં રાજ્યમાં ૧૨૯.૪૩ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ અચાનક મેઘરાજાનું ગાજવીજ સાથે આગમન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના બાદ કરતા સાર્વત્રીક ૧ ઈંચી લઈ ૪॥ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ધ્રાંગધ્રામાં સાંબેલાધારે ૪॥ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે લખતરમાં ૩ ઈંચ, વઢવાણમાં ૨॥ ઈંચ, મુડીમાં ૨ ઈંચ, થાનગઢમાં ૧॥ સાયલા, ચુડા અને દસાડામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સો સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩૩.૫૪ ટકા જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં ગઈકાલે બપોરબાદ શ્રીકાર વર્ષા થવા પામી હતી. કોટડા સાંગાણીમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત લોધીકામાં ૨॥ ઈંચ, ગોંડલમાં ૨ ઈંચ, જેતપુમાં સવા ઈંચ, રાજકોટમાં ૧ ઈંચ, જસદણ, જામકંડોરણા, વિંછીયા અને પડધરીમાં ॥ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લામાં આજ સુધીનો ૧૨૯.૪૧ ટકા વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લાના હળવદમાં ૨॥ ઈંચ, મોરબીમાં ૨ ઈંચ, ટંકારામાં ૧॥ ઈંચ, વાંકાનેરમાં ॥ ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આજ સુધીમાં ૧૪૫.૬૯ ટકા વરસાદ વરસી ગયો છે.
જામનગર જિલ્લામાં પણ સાવત્રીક વરસાદ પડયો હતો. લાલપુરમાં ૨ ઈંચ, કાલાવડમાં ૧॥ ઈંચ, ધ્રોલ અને જામનગરમાં ॥ ઈંચ જ્યારે જોડીયા અને જામજોધપુર ઝાપટા પડયા હતા. જિલ્લામાં ૧૫૩.૨૦ યકા જેટલો વરસાદ વરસી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૨॥ ઈંચ, ખંભાળીયામાં ૨, કલ્યાણપુરમાં ૧॥ દ્વારકામાં ૧ ઈંચ વરસાદ પડયો છે. જિલ્લામાં ૧૨૭.૨૯ ટકા વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. પોરબંદરમાં ૧॥ ઈંચ જ્યારે જિલ્લાના કુતિયાણા અને રાણાવાવમાં હળવા ઝાપટા પડયા હતા. જિલ્લામાં ૧૧૯.૪૬ ટકા વરસાદ વરસી ગયો છે.
જૂનાગઢ જિલ્લામાં પણ ગઈકાલે મેઘરાજાએ સાર્વત્રીક હેત વરસાવ્યું હતું. ભેંસાણ અને કેશોદમાં ૨ ઈંચ, મેંદરડા અને વંલીમાં ૧ ઈંચ, વિસાવદર, માળીયા હાટીના, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, માણાવદરમાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. જિલ્લામાં આજ સુધીમાં ૧૩૩.૧૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ગીર-સોમનાથ જિલ્લાના તળાજામાં ૩ ઈંચ, સુત્રાપાડામાં ૨, ઉનામાં ૨॥ કોડીનારમાં ॥ ઈંચ વરસાદ પડયો છે. જિલ્લામાં ૧૧૪.૭૬ ટકા જેટલો વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
અમરેલી જિલ્લામાં ગઈકાલે હળવા ઝાપટાી લઈ ૧ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં બાબરામાં ૧ ઈંચ, અમરેલી અને વડીયામાં ॥ ઈંચ વરસાદ પડયો હતો. જિલ્લામાં ૧૨૦.૮૪ ટકા વરસાદ પડયો છે. ભાવનગર જિલ્લાના શિહોર, પાલીતાણા, મહુવા, ભાવનગર શહેર, ઉમરાળામાં ॥ ઈંચ વરસાદ વરસ્યો છે. મોસમનો કુલ ૧૨૧.૬૨ ટકા જેટલો વરસાદ પડયો છે.
બોટાદ જિલ્લામાં પણ ગઈકાલે હળવા ઝાપટાી લઈ ૧॥ ઈંચ વરસાદ પડટો હતો. ગઢડામાં ૧॥ ઈંચ, રાણપુર અને બરવાળામાં હળવા ઝાપટા પડયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં બોટાદ જિલ્લામાં રેકોર્ડબ્રેક ૧૫૬.૩૪ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આજે સવારી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમના, અમરેલી, જામનગર, મોરબી સહિતના જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ મધ્યમી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજકોટમાં ગઇકાલે સાંજે પડેલા એક કલાકમાં એક ઇંચ જેટલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતા.
રાજ્યમાં મેઘરાજાએ ૨૦૧૩નો રેકોર્ડ તોડયો
ગુજરાતમાં ચાલુ સાલ મેઘરાજા મન મુકીને વરસી પડયા છે. છેલ્લા ૬ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. ૨૦૧૩માં રાજ્યમાં ૧૨૮ ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. આજ સુધીમાં રાજ્યમાં ૧૨૯.૪૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજુ ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. આ વર્ષે પાછલા અનેક દાયકાઓનો રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના જણાય રહી છે. કચ્છ રીઝીયનમાં ૧૪૮.૧૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૯.૪૪ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨૦.૮૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૬૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૪૦.૫૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં કુલ ૧૨૯.૪૩ ટકા વરસાદ પડયો છે. એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ૧૦ ઈંચી ઓછો વરસાદ પડયો હોય.
ભાદર ડેમના ૨ દરવાજા ૩ ફૂટ સુધી ખોલાયા: હેઠવાસના ૧૭ ગામોમાં એલર્ટ
ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા સાર્વત્રીક વરસાદના કારણે ભાદર ડેમમાં પાણીની ધીંગી આવક થતાં ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા ૩ ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. હેઠવાસના ૧૭ ગામોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ ગામના તલાટી મંત્રીને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. ગત સોમવારે ભાદર ડેમ ઓવરફલો થયા બાદ સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે રાજકોટ જિલ્લામાં પડેલા સાર્વત્રીક વરસાદની કારણે ડેમમાં પાણીની આવકમાં ખુબજ વધારો થયો હોવાના કારણે ૨૯ પૈકી ૨ દરવાજા ૦.૯૦ મીટર સુધી એટલે કે ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આજે સવારે ડેમમાં પ્રતિ સેકન્ડ પાણીની ૨૫૮૪ કયુસેક આવક થઈ રહી છે જેની સામે ૨૫૮૪ કયુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. ભાદર ડેમનું પાણી નદીમાં છોડવામાં આવતા હેઠવાના ૧૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા પણ સુચના આપવામાં આવી છે. તમામ ગામના તલાટી મંત્રીઓને પણ સતર્ક રહેવા તાકીદ કરાઈ છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
કચ્છ પર સાયકલોનિક સકર્યુલેશન છે સાથો સાથ ઓફસોર ટ્રફ પણ સર્કિય હોવાના કારણે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમના જિલ્લામાં જ્યારે આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સામેના જિલ્લામાં, રવિવારના રોજ છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં જ્યારે સોમવારે નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં મધ્યમી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.