Screenshot 6 24 Screenshot 5 25સવારે 4  કલાકમાં  કેશોદ, માણાવદર, માંગરોળમાં  4 ઈંચ, વંથલીમાં  3 ઈંચ, મહુવામાં  અઢી ઈંચ મેંદરડા અનેઉનામાં દોઢ ઈંચ  ખાબકયો: આજે પણ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી 59 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન 201 તાલુકામાં વરસાદ: માળીયા હાટીનામાં 9, જામજોધપુર અને કુતિયાણામાં 8 ઈંચ, કેશોદમાં 7, જૂનાગઢ, વલ્લભીપુર, કાલાવાડમાં 6 ઈંચ, માણાવદરમાં 5॥ ઈંચ,  ધોરાજી અને ઉપલેટામાં 5 ઈંચ

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર હવે કહેરમાં પરિવર્તીત થઈ રહી છે. છેલ્લા બે દિવસથી સોરઠને  ધમરોળતા મેઘરજાએ  ગઈકાલે બપોર બાદ   વિરામ લેતા  લોકોએ હાશકારો  અનુભવ્યો હતો. દરમિયાન આજે સવારથી સોરઠમાં મેઘાનું રોદ્ર રૂપ જોવા મળી રહ્યું છે.  સવારે 4  કલાકમાં  કેશોદ,માંગાોળ અને માણાવદરમાં  અનરાધાર 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વંથલીમાં ત્રણઈંચ,    મેંદરડામાં  અઢી ઈંચ,  મહુવા ઉપલેટામાં  સવા ઈંચ  વરસાદ પડયો હતો સવારથી   59 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં અતિભારે   જયારે  રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં  આવી છે. હવે લોકો બે હાથ જોડી મેઘરાજાને  ખમૈયા કરવા વિનવી રહ્યા છે.

આજે સવારે  પુરા થતા  છેલ્લા  24 કલાક દરમિયાન રાજયના 201  તાલુકાઓમાં  હળવા  ઝાપટાથી  લઈ 14 ઈંચ સુધી વરસાદ પડયો હતો.  બુધવારે મધરાતથી બપોર સુધી મેઘરાજાએ સોરઠ પંથકને  રીતસર ધમરોળી નાંખ્યું હતુ. માંગરોળમાં  36 કલાકમાં 22 ઈંચ વરસાદ પડયો  હતો.  છેલ્લા 24 કલાકમાં   14 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. આ  ઉપરાંત  વલસાડના ઉમરગામમાં 12 ઈંચ,  વાપીમાં 11 ઈંચ, માળીયા હાટીનામાં  9 ઈંચ, જામજોધપુરમાં આઠ ઈંચ,  પારડીમાં આઠ ઈંચ, કુતિયાણા અને કેશોદમાં સાત ઈંચ, જૂનાગઢમાં સવા છ ઈંચ, સોજીત્રા, વલ્લભીપુરમાં છ ઈચ, કાલાવાડમાં પોણા છ ઈંચ, માણાવદર, વલસાડ,  સનખેડામાં   સાડા પાંચ ઈંચ, ધોરાજી, ઉપલેટા, હનસોડા, તારાપુરમાં પાંચ ઈંચ, વેરાવળ, લાલપુર, ચોવાર્શીમાં સાડા ચાર ઈંચ, જામનગર, માતર, વંથલી, જેતપૂર, ુમરેઠ,   ભાવનગર અને અંકલેશ્ર્વરમાં ચાર ઈચ  વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લાના જામજોધપુર- લાલપુર અને કાલાવડ પંથકમાં બપોરે બે વાગ્યા પછી ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જામજોધપુરમાં માત્ર 6 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી ચોમેર પાણી ફરી વળ્યા છે. અનેક નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે. ઉમિયાં ધામ મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા છે. ઉપરાંત જામજોધપુર તથા અનેક ગામોમાં પાણી ભરાયા છે.

જામજોધપુર પંથકમાં બપોરે બે વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, અને માત્ર ચાર કલાકમાં 8 ઇંચ (189 મી.મી.) થી વધુ વરસાદ ખાબકી ગયો હતો, જેના કારણે અનેક નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા.અને નદી ગાંડીતુર બની હતી.

ઉમિયાધામ તરફના પુલ પર પાણી ફરી વળ્યા હોવાથી માર્ગ બંધ થયો હતો. ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પણ પહેલી વખત પાણી ફરી વળ્યા હતા. જામજોધપુર ટાઉનમાં ભારે વરસાદના લઈને સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયું છે, સાથો સાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જલ ભરાવ જેવી સ્થિતી થઈ છે, અને અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ મેઘવૃષ્ટિ ચાલુ હોવાથી જળબંબાકાર જેવી સ્થિતિ છે.

જામજોધપુરની સાથે સાથે લાલપુર માં પણ બપોરે બે વાગ્યા બાદ ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો, અને લાલપુર ની ઢાંઢર નદી ગાંડીતુર બની છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન  રાજયના   201 તાલુકાઓમાં વરસાદ વરસ્યા બાદ સવારથી  46 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સોરઠમાં સવારથી   મેઘાનું રોદ્ર સ્વરૂ જોવા મળી રહ્યું છે. સવારે બે કલાકમાં માણાવદરમા  સાડાત્રણ ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, માંગરોળમાં અઢી ઈંચ,  મેંદરડામાં દોઢ ઈંચ,  ઉપલેટામાં સવા ઈંચ વરસાદ પડયો હતો. હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોરઠ પંથકમાં  અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની સ્થળ વિઝીટ  કરશે.

સીદસર ઉમિયા માતાજીના મંદિરમાં વરસાદના પાણી ફરી વળ્યા

જામ-જોધપુરમાં ગઈકાલે બપોર પછી શહેર ઉપરાંત તાલુકામાં સત્તાપર ધ્રાફા જામવાળી  ભુપત આંબરડી ધુનડા બગધરા  સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ પડયો હતો. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જામજોધપુર તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં આઠથી દશ  ઈંચ જેટલો વરસાદ ખાબકયો હોવાથી ચોમેર પાણી ફરીળ્યા છે. અનેક નદી નાળામાં  ઘોડાપુર આવ્યા છે. ઉમિયા ધામ મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા છે. ઉપરાંત જામજોધપુર તથા અનેક ગામોમાં પાણી ભરયા છે. જેનાકારણે અનેક નદી નાળામાં  ઘોડાપુર આવ્યા હતા અને નદી ગાંડીતુર બની હતી.

ઉમિયાધામ તરફના પુલ પરપાણી ફરી વળ્યા હોવાથીમાર્ગ બંધ થયોહતો.  ઉમીયા માતાજીના મંદિર પરિસરમાં પણ પહેલી વખત પાણી ફરી વળ્યા હતા જામજોધપુર ટાઉનમાં ભારે  વરસાદના લઈને  સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયું છે. સાથોસાથ  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જલ ભરાવ જેવી સ્થિતિ થઈ છે. કોટડા બાવીસી ડેમ પણ ઓવરફલો થયોહતો. ભારે વરસાદને કારણે સીદસર  પાસેનો  બીન ઉપયોગી  રાજાશાહી વખતનો પુલ ધરાશાયી થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.