શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક ઇંચ, જુના રાજકોટમાં પોણો ઇંચ અને ન્યુ રાજકોટમાં માત્ર 3 મીમી જ વરસાદ
રાજયમાં હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી પરંતુ લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા પણ જાણે ઓરમાયુ વર્તન રાખી રહ્યા હોય તેમ ગઇકાલે રાજકોટમાં પૂર્વ ઝોન વિસ્તારમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસી ગયો હતો જયારે પશ્ર્ચિમ ઝોન અર્થાત ન્યુ રાજકોટમાં માત્ર હળવા ઝાપટા પડયા હતા. સેન્ટ્રલ ઝોનમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. એકાદ પખવાડીયાના વિરામ બાદ મેઘરાજાનુ: આગમન થતાં શહેરીજનોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી.
દિવસ દરમિયાન તાપ અને ઉકળાટ બાદ સમી સાંજે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરમાં મૌસમનો કુલ રર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જો કે સ્થાનીક જળાશયોમાં હજી પાણીની સંતોષકારક આવક ન થવાના કારણે રાજય સરકાર સમક્ષ નર્મદાના વધુ નીર માટે ફરી ખોળો પાથરવો પડે તેવી નોબત આવી પડી છે. ગઇકાલે શહરેમાં એક ઇંચ વરસાદ વરસી જતાં હવે નવી આશા બંધાઇ છે.
રાજકોટમાં છેલ્લા ત્રણેક દિવસથી આકાશમાં વાદોળ બંધાય છે પરંતુ મેધરાજા હાથ તાળી આપીને જતા રહે છે. ગઇકાલે સવારે વાદળછાંયુ વાતાવરણ રહ્યા પામ્યું હતું. બપોરે સામાન્ય છાંટા પડયા હતા. સમી સાંજે મેધરાજાનું આગમન થયું હતું. સામાન્ય રીતે શહેરના પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે અને પૂર્વ ઝોનમાં ઓછો વરસાદ પડતો હોય છે. પરંતુ ગઇકાલે જાણે ઉલ્ટી ગંગા વહી રહી હોય તેવું લાગ્યું હતું.
ઇસ્ટઝોન અર્થાત સાંમાકાંઠા વિસ્તારમાં ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકથી પણ ઓછા સમય ગાળામાં ર3 મીમી વરસાદ વરસી જતા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. પૂર્વ ઝોનમાં ર3 મીમી વરસાદ સાથે મોસમનો કુલ 484 મીમી વરસાદ વરસી ગયો છે. સેન્ટ્રલ જોન અર્થાત જુના રાજકોટમાં કાલે સાંજે 19 મીમી વરસાદ વરસ્યો હતો. અહીં મોસમનો સૌથી વધુ 552 મીમી એટલે કે રર ઇંચ વરસાદ પડી ગયો છે. પૂર્વમાં મેઘરાજા ધોઘમાર વરસ્યા હતા. જયારે પશ્ર્ચિમમાં માત્ર ઝાપડા પડયા હતા વેસ્ટ ઝોનમાં 3 મીમી સાથે મોસમનો કુલ 484 મીમી વરસાદ પડયો છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના રપ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. રાજયમાં હજી વરસાદની ખેંચ વર્તાય રહી છે. અનરાધાર વરસાદની આશા વચ્ચે મેધરાજા માત્ર હળવું હેત વરસાદી રહ્યા છે. આગામી 1પમી ઓગસ્ટ બાદ રાજયમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સુખદ સંભાવના ઉભી થવા પામી છે. ગઇકાલે રાજકોટમાં એક ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.