કાલે દક્ષિણ ગુજરાતમાં ગુરૂ-શુક્ર સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે: સવારે આકાશમાં છવાયા વાદળો
નૈત્રત્વના ચોમાસાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજયના પ્રિ-મોનસુન એકિટવીટીની અસર દેખાય રહી છે. આજે સવારે આકાશમાં વાદળોનો જમાવડો જામ્યો હતો. દરમિયાન આવતીકાલથી ત્રણ દિવસ રાજયનાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે રાજયમાં ગરમીનું જોર યથાવત છે. સોમવારે રાજયના 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની વધુ રહેવા પામ્યો હતો.
ગુજરાતમાં 1પ થી ર0 જુન વચ્ચે નૈઋત્વના ચોમાસાનો વિધિવત આરંભ થઇ જાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ વર્ષ ચોમાસા પૂર્વ જોવા મળતી ગતિવિધીઓ પ્રમાણમાં ઓછી રહેવા પામી છે. હજી કાળાઝાળ ગરમી પડી રહી છે. બફારાનો અહેસાસ બહુ ઓછો થાય છે. આજે સવારે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. દરમિયાન આવતીકાલથી ત્રણ દિવસ રાજયના પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે સામાન્ય વરસાદ પડશે આવતીકાલે બુધવારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, ગુરુવારના રોજ અમુક વિસ્તારોમાં 30 થી 40 કી.મી.ના ઝડપે પવન ફુંકાશે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જીલ્લામાં જયારે 10મી જુનના રોજ ઉકત વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજયમાં ગરમીનું જોર યથાવત છે આજે સવારે વાદળછાંયુ વાતાવરણ છવાયું હતું. દરમિયાન ગઇકાલે અમદાવાદનું તાપમાન 42.6 ડીગ્રી, ડિસાનું તાપમાન 41.2 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.5 ડીગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 41.7 ડીગ્રી, વડોદરાનું તાપમાન 40 ડીગ્રી, કંડલા એરપોર્ટ પરતુ તાપમાન 41.2 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 40.5 ડીગ્રી, રાજકોટનું તાપમાન 41.3 ડીગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું.
ગરમીના જોરમાં થશે ઘટાડો
આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નહીવત છે. જ્યારે તે પછીના બે દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. એટલે આગામી અઠવાડિયાની મધ્યમમાં વરસાદ થવાની આગાહી સાથે ગરમી સામે પણ રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાન 40-42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. અગાઉ વાદળછાયા વાતાવરણના કારણે ગરમીથી રાહત મળી હતી જોકે, પાછલા અઠવાડિયામાં ફરી ગરમીનું જોર વધ્યું હતું.